Wednesday 21 December 2016

આ રીતે પાછા મેળવી શકશો E-Wallet થી લેણ-દેણમાં અટકેલા પૈસા


1. આ રીતે મેળવો ઈ-વોલેટમાં અટકેલા પૈસાનોટબંધી બાદ ડીજીટલ પેમેન્ટ સેગ્મેન્ટમાં લોકો બેંકિંગ એપ્સ નાં બદલે E-Wallet ને વધારે પસંદ કરી રહ્યા છે. પરંતુ બેંકિંગ સિસ્ટમની રીતે તેમાં ફરિયાદ-નિવારણ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ નથી. બેંક સાથે જોડાયેલ ફરિયાદ માટે તમે ફોન, ઈ-મેઈલ, ઑમ્બડ્સમૅન જેવા કેટલાક સાધન છે, જ્યાંથી સંપૂર્ણ જાણકારી એક જ જગ્યાએથી મળી શકે છે. આવો જાણીએ કે, કઈ રીતે ઈ-વોલેટ સાથે જોડાયેલ ફરિયાદોનું સમાધાન કરી શકાય..

2. આ રીતે મેળવો ઈ-વોલેટમાં અટકેલા પૈસાવોલેટ અને બેંક વચ્ચે લેણ-દેણમાં સમસ્યાઈ-વોલેટ્સ સાથે જોડાયેલ ફરિયાદો ટ્રાન્ઝેક્શન ફેલ થવા સાથે જોડાયેલ હોય છે.તેવામાં જો પેમેન્ટ વોલેટ ટૂ વોલેટ કર્યું, તો તે ફેલ થવા પર પૈસા મોકલનારનાં અકાઉન્ટમાં જ ફરી ચાલ્યા જાય છે. આ કેસમાં કોઈ મધ્યસ્થ મ હોવાથી વધારેસમસ્યા નથી થતી. પરંતુ જો પેમેન્ટ વોલેટથી બેક અકાઉન્ટમાં અથવા બેંક અકાઉન્ટથી વોલેટમાં મોકલવા દરમિયાન અટકી જાય છે, તો સમસ્યા વધી જાય છે.

3. આ રીતે મેળવો ઈ-વોલેટમાં અટકેલા પૈસાતમે ઉઠાવી શકો છો આ પગલાઈ-વોલેટ્સ યુઝર પાસે બેંકોની જેમ ઑમ્બડ્સમૅન નથી હોતા. તેવામાં પેમેન્ટ અટકવા પર ગ્રાહક કંપનીનાં હેલ્પલાઈન નંબર દ્વારા કોલ સેન્ટરથી મદદ લઇ શકે છે. મોટેભાગે એપ્સમાં ફરિયાદ દાખલ કરાવવા માટે સુવિધા ઇનબિલ્ટ હોય છે. તે સિવાય ઈ-મેઈલ અથવા કંપનીઓનાં સોશિયલ પેજ ફરિયાદ દાખલ કરાવવા અંતે મદદગાર હોય છે. જો પૈસા ઈ-વોલેટ્સ કંપનીનાં બદલે બેંકિંગ સિસ્ટમમાંછે, તો બેંકને ફરિયાદ કરવી પડશે. ઈ-વોલેટ્સ કંપનીની પ્રતિક્રિયા સંતોષજનક ન હોય તો કોર્ટ પણ જઈ શકો છો. પરંતુ તેમાં તમારે તે સાબિત કરવું પડશે કે તમે ઈ-વોલેટ્સ કંપની અને પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલ અન્ય પક્ષો સમક્ષ વાત રાખી ચુક્યા છે.

4. આ રીતે મેળવો ઈ-વોલેટમાં અટકેલા પૈસા૪-૮ દિવસમાં મળે છે સમાધાનઈ-વોલેટ્સ કંપનીઓ બેંકોને મેન્યુઅલી રીક્વેસ્ટ મોકલે છે, તેવામાં સમસ્યા થવાનું જોખમ રહે છે. કંપનીઓ એવી રીક્વેસ્ટ સામાન્ય રીતે દરેક ૨૪ કલાકમાંપ્રોસેસ કરતી રહે છે. ત્યાર બાદ બેંકોએ તેના પર કાર્યવાહી કરવાની રહે છે. જેનાં સમધાન માટે ૪ થી ૮ દિવસ લાગી શકે છે.કામાવશે આ જાણકારીઓટ્રાન્ઝેક્શન બાદ મળેલા મેસેજ, ઓટીપી, સ્ક્રીન શોટ, ઓર્ડર ડીટેલ, ટ્રાન્ઝેક્શન આઈડી, ફરિયાદ નંબર, બેંક અકાઉન્ટ હિસ્ટ્રી વગેરે.

5. આ રીતે મેળવો ઈ-વોલેટમાં અટકેલા પૈસાટ્રાન્ઝેક્શન ફેલ થવાના કારણટ્રાન્ઝેક્શન અને બેંક વચ્ચે થનાર લેણ-દેણમાં સર્વરડાઉન થવા પર, ટાઈમ આઉટ થવા પર, કન્ફર્મેશન ન મળવા જેવી કેટલીક સમસ્યાઓના લીધે પેમેન્ટ અટકી જાય છે. તેવામાં યુઝરને આ સમજવામાં સમસ્યા થાય છે કે, પેમેન્ટ કયા અટક્યું છે.

સાવધાન! હેકર્સ આ રીતે ચોરે છે તમારા ATM કાર્ડની ગુપ્ત માહિતી


1. હેકર્સ આ રીતે ચોરે છે તમારા ATM કાર્ડની માહિતીડેબિટ અને ક્રેડિટ કાર્ડથી છેતરપીંડી આજકાલ સામાન્ય વાત થઇ છે. જો તમે પોતાના ATM કાર્ડનાં પીન અને પાસવર્ડ હેકર્સથી બચવા માંગો છો તો કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર છે. આગળની સ્લાઈડમાં ક્લિક કરો અને જાણો કઈ-કઈ રીતે ડેબિટ/ક્રેડિટ કાર્ડની જાણકારી હેક કરી શકાય છે.


2. સ્કીમિંગજ્યારે કાર્ડ સ્વાઇપ થાય છે ત્યારે હેકર્સ ડેટા સ્કીમિંગ ડિવાઈસનો ઉપયોગ કરીને ઇન્ફોર્મેશન કોપી કરી લે છે.કાર્ડ રીડર સ્લોટમાં ડિવાઈસ લગાવીને મેગ્નેટિક સ્ટ્રીપથી ઇન્ફોર્મેશન કોપી કરી લે છે. સ્કીમર ફ્રોડ કરી શકાય તેવા નકલી કાર્ડ તૈયાર કરે છે. તે સિવાય પીન હાંસલ કરવા માટે મશીન નજીક કેમરા પણ લગાવવામાં આવે છે.

3. કાર્ડ ટ્રેપિંગજ્યારે તમે મશીનમાં કાર્ડ ઇન્સર્ટ કરો છો, તો તેમાં એક બાર્બ લગાવવામાં આવે છે, જે કાર્ડને રોકી રાખે છે.ફ્રોડ કાર્ડ રીડર મશીનમાં કોઈ પ્લાસ્ટિક ડિવાઈસ અથવા બાર્બ ફીટ કરી દે છે. જેનાથી કાર્ડ ફસાઈ જાય છે.

4. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનઈ-શોપિંગ અને ઓનલાઈન બીલ પેમેન્ટ દરમિયાન ક્રેડિટ કાર્ડને સેફ બનાવી રાખવા માટે વધારે સતર્ક રહેવાની જરૂર છે. ઓનલાઈન અથવા ઈ-શોપિંગથી કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર આઇડેન્ટિટી ચોરી થવાનું જોખમ વધી જાયછે.

5. ફોર્મિંગઆ ટેકનીકમાં કોઈ હેકર્સ તમને કોઈ પણ ઓરીજીનલ વેબસાઈટ જેવી જ દેખાતી કોઈ ફેક વેબસાઈટ પર લઇ જવાની કોશિશ કરે છે. તેથી જ જો તમે ટ્રાન્ઝેક્શન કરો છો અથવા તો ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો પણ કાર્ડ ડીટેલ ચોરી કરી શકાય છે.

6. કી સ્ટ્રોક લોગીંગતમે ક્યારેક અજાણતા એવા સોફ્ટવેર ડાઉનલોડ કરી લે છે,જે હેકર્સને તમારા કી સ્ટ્રોકને ટ્રેસ કરવા દે છે. આપ્રકારનાં હેકર્સ પાસવર્ડ અને નેટ બેંકિંગ ડીટેલ ચોરી કરી લે છે.

7. પબ્લિક વાઈ-ફાઈજો તમે મોટેભાગે ટ્રાન્ઝેક્શન પોતાના સ્માર્ટફોનથીકરો છો, તો પબ્લિક વાઈ-ફાઈ તમારા ડીટેલ ચોરી કરવા માટે આ હેકર્સને મોકો આપી શકે છે.

8. માલવેરઆ એક ખતરનાક સોફ્ટવેર છે, જે એટીએમ અથવા બેંક સર્વિસથી કોમ્પ્યુટર સિસ્ટમને ડેમેજ કે હેકર્સને કાર્ડની ખાનગી જાણકારી આપવામાં મદદ કરે છે.

9. પોઈન્ટ ઓફ સેલ થેફ્ટઆ ચોરી સૌથી સામાન્ય રીત છે. સેલ્સમેન તમારા કાર્ડ સ્વાઇપ કરવા માટે લે છે અને મેગ્નેટિક સ્ટ્રીપથી કાર્ડની ઇન્ફોર્મેશન કોપી કરીને ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

10. ફિશિંગ એન્ડ વિશિંગફિશિંગમાં સ્પામ મેઈલ્સ દ્વારા આઇડેન્ટિટી ચોરી કરવાની કોશિશ કરે છે. આ સ્પામ તમને કોઈ પ્રમાણિક સોર્સથી આવેલ હોય તેવું જ લાગે છે. વિશિંગમાં મોબાઈલફોન્સ પર મેસેજ મોકલીને આ રીત અપનાવવામાં આવે છે, આ પ્રકારની ટ્રીક્સમાં તમારા પાસવર્ડ, પીન અથવા અકાઉન્ટ નંબર જાણવા માટે ફસાવવાનાં આવે છે.


શું તમે પણ Paytm કરો છો? તો જાણી લો તેના ફાયદા અને નુકસાન.


1. પેટીએમનાં ફાયદા અને નુકસાનનોટબંધી બાદ દેશ કેશલેસ ઈકોનોમી તરફ વધી રહ્યો છે. હવે લોકો Paytm અથવા ફ્રીચાર્જ જેવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર સાઈટ્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જો તમે પણ પેટીએમ અથવા તો અન્ય ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને પેટીએમથી થતા ફાયદા અને નુકશાન વિશે તમને ખબર હોવી જોઈએ.

2. પેટીએમનાં ફાયદા અને નુકસાનપૈસાની લેણ-દેણમાં સરળતા અને સુવિધા ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરવાનો સૌથી મોટો ફાયદો છે.આ તમને કેશ અથવા પ્લાસ્ટિક કાર્ડને રાખવા અને એટીએમમાં કતારમાં ઉભા રહેવાની સમસ્યાથી બચી શકે છે. તે સિવાય ટ્રાવેલિંગ દરમિયાન આ એક સુરક્ષિત અને સુવિધાજનક વિકલ્પ છે.

3. પેટીએમનાં ફાયદા અને નુકસાન૨,૦૦૦ રૂપિયાથી વધારેના કાર્ડ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ પર સરકારની છૂટથી ડીજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યાર બાદ પણ કેટલીક બીજી પણ જાહેરાતો કરવામાં આવી છે. આ સાચો સમય છે કે તમે તેનો ફાયદો ઉઠાવીને સેવિંગ કરી શકો છો.

4. પેટીએમનાં ફાયદા અને નુકસાનજો દરેક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ તમારી પાસે હાજર રહેશે તો તમારા ખર્ચ પર નજર રાખવી ઘણી જ સરળ થઇ જશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અને સુરક્ષાની દ્રષ્ટીથી પણ આ ફાયદાકારક છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પોતાનું બજેટ પણ સારી રીતે બનાવી શકશો.

5. પેટીએમનાં ફાયદા અને નુકસાનડીજીટલ પેમેન્ટની આદત તમને બજેટ બેલેન્સ કરવામાં મદદ કરશે. જો તમે નિયંત્રિત થઈને ખર્ચ કરશો તો તેનાથી રોકાણની ક્ષમતા પણ વધશે. તમે કેટલાક વધારાના પરચૂરણ ખર્ચા કરો છો તો આ આદત છૂટી જશે.

6. પેટીએમનાં ફાયદા અને નુકસાનડીજીટલ ટ્રાન્ઝેક્શનનાં ફાયદા તો ઘણા છે તો સાથે તેનું જોખમ પણ વધારે છે. સૌથી મોટો ડર આઇડેન્ટિટી ચોરી થવાનો રહે છે. ત્યાં સુધી કે, એજ્યુકેટેડ લોકો પણ હેકર્સની જાળમાં ફસાવાથી ડરે છે.

7. પેટીએમનાં ફાયદા અને નુકસાનઓનલાઈન ફ્રોડમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેમ-જેમ ડીજીટલ પ્લેટફોર્મ લોકો વચ્ચે લોકપ્રિય થતું ગયું, તેમ-તેમ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વધશે. સરકારે ૨,૦૦૦ રૂપિયાથી ઉપર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનને હટાવી દીધું છે. ટ્રાન્ઝેક્શનની કોઈ મર્યાદાને બરતરફ કરીને આઇડેન્ટિટી ચોરી થવાનું જોખમ વધી ગયું છે.

8. પેટીએમનાં ફાયદા અને નુકસાનઓનલાઈન છેતરપીંડીને લઈને બંધારણમાં કોઈ કડક કાયદો પણ નથી. જો કોઈ બેંક અથવા કંપનીનાં ડેટાબેઝને હેક કરીને સામુહિક રીતે આઇડેન્ટિટી ચોરી લેવામાં આવે તોમોટા નાણાંકીય સંકટનો સમાનો કરવો પડી શકે છે.

9. પેટીએમનાં ફાયદા અને નુકસાનતમે પોતાનાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે પોતાના મોબાઈલ પર નિર્ભર રહેશો અને જો તમારો ફોન ખોવાઈ ગયો છે તો વધારે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

10. પેટીએમનાં ફાયદા અને નુકસાનએક નુકશાન તે પણ છે કે તમારે તમારો ફોન હંમેશા ચાર્જરાખવો પડશે. જો તમારા ફોનની બેટરી લો થઇ ગઈ છે, તો તમે પણ કોઈ કામ નહી કરી શકો. જો તમે કોઈ મોલમાં શોપિંગ કરવા ગયા અને બીલ પેમેન્ટ સમયે તમારા મોબાઈલની બેટરી લો થઇ ગઈ તો તમે ટ્રાન્ઝેક્શન નહી કરી શકો.

11. પેટીએમનાં ફાયદા અને નુકસાનડીજીટલ Way અપનાવવામાં બીજી પણ ઘણી જ સમસ્યાઓ છે. સૌથી મોટી સમસ્યા આપણી માનસિકતાને બદલવાની છે. આ અચાનકથી ત્રણ જનરેશન આગળ વધારવા જેવી છે. ડીજીટલ માધ્યમ ટેક અનફ્રેન્ડલી લોકો માટે માથાનો દુઃખાવો સાબિત થશે. તેમને આ ટેકનીક શીખવામાં ઘણો જ સમય લાગશે.

Tuesday 20 December 2016

કોઈપણ અજાણી વ્યક્તિને શોધી કાઢે છે આ એપ

ફાઈન્ડ ફેસ


આજકાલ રશિયામાં એક એપ્લિકેશન ખૂબ પોપ્યૂલર થઈ રહી છે. આ એપમાં તમે કોઈ પણ અજાણી વ્યક્તિનો ફોટો એપલોડ કરીને સોશિયલ નેટવર્ક પર રહેલી આ વ્યક્તિની બધી જાણકારી મેળવી શકો છો. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ એપથી મળતા 70 ટકા પરિણામ સાચા હોય છે.


ફેસ ડિટેક્શન માટે 100 નવા એલ્ગોરિધમ

આ એપ્લિકેશનનું નામ "ફાઈન્ડ ફેસ" છે જેને રશિયાના બે યુવાનો (આર્ટન કુકારૈંકા અને એલેક્ઝાન્ડર કૈબાકોવ)એ બનાવી છે. એક રિપાર્ટ અનુસાર આ બંને યુવાનોએ પોતાની એપમાં ફેસ ડિટેક્શન માટે 100 નવા એલ્ગોરિધમ ઉમેર્યા છે.


યુનિવર્સિટી ઓફ વોશિંગટનમાં યોજાયેલા મેગાફેસ ચેલેન્જમાં આ એપે 1 મિલિયન લોકોમાંથી 73.3 ટકા લોકોના ચહેરાની સાચી ઓળખાણ કરીને ખૂબ લોકપ્રિયતા મેળવી છે.

બે મહીનામાં 5 લાખની વધારે ડાઉનલોડ

માત્ર બે મહીના પહેલા લોન્ચ થયેલી આ એપ્લિકેશનને રશિયામાં 5 લાખથી પણ વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપમાં અત્યાર સુધીમાં 3 મિલિયનથી પણ વધારે સર્ચ કરવામાં આવી ચૂક્યા છે.

Source by: Sandesh 

Monday 19 December 2016

હવે 2G Internet કનેક્શન પર 3G સ્પીડ મેળવવા માટેની સરળ ટ્રીક

1. 3G સ્પીડ મેળવવા માટેની ટ્રીક મોબાઈલ ફોન પર 2G ઈન્ટરનેટ કનેક્શન પર ડાઉનલોડીંગ કરવામાં ઘણી જ સમસ્યા થાય છે અથવા તો ઘણી વખત ડેટા ડાઉનલોડ થતો નથી. ડાઉનલોડ તો દૂર વેબ બ્રાઉઝીંગમાં પણ બહુ જ સમસ્યા થાય છે.


 2. 3G સ્પીડ મેળવવા માટેની ટ્રીક તેવામાં અમે તમને જણાવી રહ્યા છીએ. એવી કેટલીક ટ્રીક જેન માધ્યમથી કનેક્શન પર પણ તમે 3G ઈન્ટરનેટની શાનદાર સ્પીડ હાંસલ કરીને વેબ બ્રાઉઝીંગ કરી શકો છો.


 3. 3G સ્પીડ મેળવવા માટેની ટ્રીક આ રીતે કરો સેટિંગ સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનનાં સેટિંગમાં જાઓ. (આ સેટિંગમાં માત્ર બ્રાઉઝીંગ માટે 3G જેવી ફાસ્ટ સ્પીડ મળશે, ડાઉનલોડીંગ માટે નહી. તેના માટે આ ટ્રીક અલગ-અલગ સ્માર્ટફોનમાં અલગ રીતે પણ હોઈ શકે છે. જો કે, આ ખબરમાં આ ટ્રીક સેમસંગ સ્માર્ટફોન પર ટાઈ કરવામાં આવી છે.)


 4. 3G સ્પીડ મેળવવા માટેની ટ્રીક - સેટિંગમાં જવાના પ્રિન્ટિંગ નીચે ડિસ્પ્લે થતા મોર નેટવર્ક ઓપ્શન પર ટેપ કરો. - ત્યાર બાદ ૩ ઓપ્શન દેખાશે. તેમાંથી મોબાઈલ નેટવર્ક પર ટેપ કરો.


5. 3G સ્પીડ મેળવવા માટેની ટ્રીક - ત્યાર બાદ જે સિમથી ઈન્ટરનેટ ચલાવી રહ્યા છો, તેને સિલેક્ટ કરીને નેટવર્ક મોડ પસંદ કરો.


6. 3G સ્પીડ મેળવવા માટેની ટ્રીક ત્યાર બાદ તમને ૪ ઓપ્શન દેખાશે. તેમાંથી ડબ્લ્યુસીડીએમ ઓન્લી ઓપ્શન સિલેક્ટ કરો. ત્યાર બાદ ફોનને રીસ્ટાર્ટ કરો. ત્યાર બાદ તમારા ફોનમાં 2G નેટ પર પણ 3G નેટની સ્પીડથી બ્રાઉઝીંગ શરુ થઇ જશે.

Source by : vishvagujarat

Sunday 18 December 2016

ભૂલથી પણ Google પર આ વસ્તુ ન કરો સર્ચ

ભૂલથી પણ Google પર આ વસ્તુ ન કરો સર્ચ કોઈ પણ વિષય સબંધિત જાણકારી માટે આપણે Google નો સહારો લઈએ છીએ, લઈએ પણ કેમ નહી દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન હોય તો બીજે માહિતી લેવા જવાની જરૂર જ શું પડે. પરંતુ કેટલીક એવી ચીઝો છે જેને ગૂગલ પર સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આ છે તે ૬ ચીજો જેને તમે ગૂગલ પર સર્ચ ન કરો તો જ તમારા માટે સારું રહેશે.


1. અપરાધ સબંધિત જાણકારી વિશે સર્ચ ગૂગલ પર ભુકથી પણ કંઇ પણ શંકાસ્પદ વસ્તુઓ સર્ચ ન કરો. કારણ કે સાઈબર પોલીસની નજર સતત તેવા લોકો પર રહે છે જે કઈ પણ શંકાસ્પદ સર્ચ કરે છે. તમે કોઈ એવી શંકાસ્પદ સાઈટ સર્ચ કરી તો તેવું કરવાથી બની શકે છે કે તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.


2. પોતાની આઇડેન્ટિટી સાથે જોડાયેલું સર્ચ ગૂગલ સર્ચમાં આ સુવિધા હોય છે તેઓ તમારા સર્ચ અનુસાર તમારી ઓળખ જાણવા માટે સર્ચ કરે છે. કારણ કે, ગૂગલ પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો પૂરે પૂરો ડેટાબેઝ હોય છે. તેવામાં કેટલીક વખત જાણકારી લીક થવાનો ભય રહે છે. તે સિવાય તમારી ઓળખ સર્ચના આધારે તમને જાહેરાતો મોકલે છે.


3. મેડીકલ અને ડ્રગ્સ સબંધિત સર્ચ જયારે ગૂગલ પર બીમારી અને મેડિસિન સાથે જોડાયેલુ કોઈ પણ સર્ચ કરો છો, તો ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ આધાર પર તમને તે બીમારી અને ટ્રીટમેન્ટથી સબંધિત જાહેરાત બતાવવામાં આવે છે. ત્યાર બાદ આ મેડીકલ જાણકારી ક્રિમિનલ વેબસાઈટને પણ શેર કરવામાં આવે છે. આ મેડીકેડ ફ્રોડ તથા અન્ય કેટલીક સ્કેમમાં ઉપયોગી થાય છે.


4. અસુરક્ષાથી સબંધિત સર્ચ ગૂગલ પર અસુરક્ષા સાથે જોડાયેલી કોઈ પણ જાણકરી જો તમે સર્ચ કરો છો તો તમારી પાસે તેને સબંધિત જાહેરાતો આવવાનું શરુ થઇ જાય છે. જેનાંથી તમે તે જાણી શકો છો કે કોઈ તમને ઈન્ટરનેટ પર ફોલોવ કરી રહ્યું છે. જો તમે ઈચ્છો છો કે અસુરક્ષા સાથે જોડાયેલ જાહેરાતો તમને પરેશના ન કરે તો તેના માટે ગૂગલ પર સર્ચ કરવાથી બચો. 5. ઈ-મેઈલ આઈડી ન કરો સર્ચ પોતાની પર્સનલ ઈમેઈલ લોગ-ઈન ગૂગલ પર સર્ચ કરવાથી અટકો, તેવું કરવાથી તમારું ઈન્ટરનેટ એકાઉન્ટ હેક અને પાસવર્ડ લીક થવાની સમસ્યા થાય છે. ત્યાર બાદ તમારી ઈમેઈલ આઈડીના મધ્યમથી તમે કોઈ સ્કેમમાં ફસાઈ શકો છો. source by: Vishvagujarat.com

Saturday 30 July 2016

મહિલાઓની સુરક્ષા માટે આ છે ખાસ Apps

મહિલાઓની સુરક્ષા માટે આ છે ખાસ Apps

(1 May) આજે અમે તમને જણાવીશું કેટલીક એવી એપ્સ વિશે, જે મહિલાઓ માટે ઘણી ઉપયોગી છે અને તેમની સુરક્ષા માટે ઘણી મદદરૂપ છે. આ એપ્સ મહિલાઓના રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડશે અને તેમની હેલ્પ કરશે તેમજ દરેક કામ સરળ બનાવશે.રેપની ઘટનાથી મહિલાઓની સેફટીની ચિંતા ઘણી વધી ગઈ છે. આ દિશામાં સરકાર અને પોલીસની મદદ સિવાય જાતે પગલા ઉઠાવવા પણ જરૂરી છે. આ કામમાં જો તકનીકી મદદ લેવામાં આવે તો તે ઘણી હેલ્પફૂલ રહેશે. આજે અમે તમને જણાવીશું મહીલાઓની સુરક્ષા સાથે જોડાયેલ કેટલીક એપ્સ વિશે. જાણવા માટે આગળ ક્લિક કરતા રહો.. આ એપ ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ ગેંગરેપની ઘટના પછી ડેવલપ કરવામાં આવી છે. જો આ એપ તમારા મોબાઈલમાં છે, તો કોઇપણ ખતરાના સમયે તેના દ્ધારા તમારા રજીસ્ટર્ડ નંબરો પર મેસેજ જતા રહેતા હોય છે. થોડા જ સમયમાં તમારું જીપીએસ લોકેશન પણ આ નંબરો સુધી જતું રહેશે. એટલું જ નહિ, એપના એકવાર એક્ટિવ થઈ ગયા પછી તે જગ્યાના ફોટો ખેચવાનું પણ શરુ કરી દે છે અને તેને રજીસ્ટર્ડ નંબરો પર મોકલે છો તો, તેની સાથે કલાઉડ પર સેવ પણ કરતો જાય. ત્યારબાદ જો મોબાઈલ ફોન બંધ થઈ જાય અથવા તૂટી જાય તો પણ મોબાઈલમાંથી વિડિયો અને કોલ ડિટેલ મેળવી શકાય છે. આ એપ ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટસને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવી છે, પરંતુ આ એપ બધી મહિલાઓ માટે હેલ્પફુલ સાબિત થઈ શકે છે. કોઇપણ મુશ્કેલીની સ્થિતિમાં બસ એક ટેપ કરતા જ તમારા મિત્રો સુધી મદદનો મેસેજ પહોચી જશે. આ એપ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ એપની મદદથી તમે સંકટની સ્થિતિમાં ફેમિલી મેમ્બર અથવા નજીકના લોકોને એલર્ટ કરી શકો છો. તેમાં ફેમિલી મેમ્બર્સ અથવા નજીકના લોકોના નંબર્સ ફીડ કરવાના હોય છે જે જરૂરીયાત પાડવા પર એક બટન દબાવતા મેસેજ જતો રહેશે. તેની સાથે તમારો કોલ પણ જતો રહેશે. તેનો રિસ્ક મોડ ઓન કરી તમે તમારા જીપીએસ લોકેશનને આપેલા નંબરથી શેર કરી શકો છો. આ એપની સરળતા જ તેની ખાસિયત છે. આ તેજ અવાજ કાઢનાર એપ છે. કોઇપણ પ્રકારનો ખતરો હોવા પર એક બટન દબાવી મહિલાઓની ચીસ જેવો તેજ અવાજ કરી શકો છો. આ અવાજ આસાપાસના લોકોને એલર્ટ કરી દે છે. આ એપ મહિલાઓની સુરક્ષાને એક ખાસ રીતે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પોતાના વિસ્તારની એવી જગ્યાઓ વિશે માહિતી આપે છે, જે મહિલાઓની દ્રષ્ટિએ સેફ નથી. લોકો આ એપ પર તે જગ્યાના ફોટા શેર કરી શકે છે અને તેને સેફટીની દ્રષ્ટિએ રેટ કરી શકે છે. એપ તે પણ જાણવામાં મદદ કરે છે કે, કઈ જગ્યા રાત્રે અથવા દિવસે સુરક્ષિત નથી. ફોનના પાવર બટનને દબાવી તેને એક્ટિવ કરી શકાય છે, જેનાથી ઈમરજન્સી માટે પહેલાથી નક્કી કોન્ટેક્ટસની પાસે "I am in danger. I need help. Please follow my location" અપડેટેડ લોકેશનની સાથે દર ૨ મિનિટ પર મેસેજ જતા રહેશે. આ એપ પણ લોકેશન ટ્રેક કરે છે. પેનિક એલાર્મ બટનને દબાવવા પર ઈમરજન્સી કોન્ટેક્ટસની પાસે ૧ મિનિટના રેકોર્ડિંગની સાથે તમારા લોકેશનની માહિતી જતી રહેશે. "Record Any Incident" ફિચર એપના ફેસબુક પેજ પર ફોટા અપલોડ કરી દે છે. પહેલાથી નક્કી ઈમરજન્સી કોન્ટેક્ટસની પાસે થોડા-થોડા સમય પર જીપીએસ લોકેશનની સાથે SMS એલર્ટ જતું રહે છે. ફોન પર કોઈનું ધ્યાન નાં જાય, તેના માટે તે દરમિયાન ફોનમાંથી કોઈ અવાજ આવતો નથી અને સ્ક્રીનની બ્રાઈટનેશ પણ ઓછી રહે છે. તેમાં એપ વગર જાઓ તો માત્ર વોલ્યુમ બટન દબાવવાથી તમારું લોકેશન ઇમરજન્સી કોન્ટેક્ટસ પાસે જતું રહેશે. જ્યાં મોબાઈલ ઇન્ટરનેટ નાં હોય, ત્યાં ૧૦૦ નંબર પર કોલ જતો રહેશે અને SMS પણ જતા રહેશે. આ એપ ચીસો પાડવાના ખતરાને સિગ્નલ તરીકે લે છે અને ઈમરજન્સી
કોન્ટેક્ટસને લોકેશન અને ટેક્સ્ટ મેસેજ મોકલે છે.
Source by : Vishvagujarat.com

E-Mail ને હેકર્સથી સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આદતો

1. ઈ-મેઈલ હેકિંગ ૨૧મી સદી એટલે ડિજીટલનો જમાનો.

આજની જનરેશન રોજીંદા જીવનમાં અવાર-નવાર નવા સંશોધન તેમજ મનોરંજન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તેમાં ઘણા અંશે સફળતા મળે છે પણ સાથે-સાથે હેકિંગનું જોખમ પણ વધ્યું છે. પોતાના E-Mail ને હેકર્સથી કેવી રીતે સુરક્ષિત રાખવા માટે કેટલીક આદતો જરૂરથી અપનાવવી જોઈએ તમારે..

2. ઈ-મેઈલ હેકિંગ ઈ-મેઈલ એડ્રેસ કોઈ પણ ઓનલાઈન દુનિયાનો સૌથી મહત્વનો ભાગ છે. બધી જાણકારી, પાસવર્ડ, બેંકના ટ્રાન્ઝેક્શન અને સ્ટેટમેંટ, ક્રેડિટકાર્ડની જાણકારી અને સોશિયલ મીડિયા નોટિફિકેશન બધા એ-મેઈલ પર જ હોય છે. તેને એકબીજાથી અલગ કરીને રાખવું ઘણું જ જરૂરી છે કારણ કે, જો કોઈ તમારું ઈ-મેઈલ હેક કરી લેશે તો તમારા માટે મોટી સમસ્યા ઉભી થઇ જશે. તે માટે ઈ-મેઈલ પર કામ કરતી સમયે સુરક્ષાની કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ આદતોને તમે અપનાવશો તો તમારા માટે ઓનલાઈન સુરક્ષા શ્રેષ્ઠ કરી શકશો.

3. ઈ-મેઈલ હેકિંગ એકથી વધારે ઈ-મેઈલ એકાઉન્ટ હંમેશા એકથી વધારે ઈ-મેઈલ અકાઉન્ટ રાખવા જોઈએ, તેનાથી તમે અલગ કામ કરવા માટે અલગ ઈ-મેઈલ રાખી શકશો. ક્યારેય પણ પોતાના પર્સનલ ઈ-મેઈલ આઈડી દરેક લોકોને આપો. આ માત્ર તમારા કેટલાક ભરોસાપાત્ર લોકો કે કલીગને જ આપો. જો તમારું પર્સનલ ઈ-મેઈલ પર તમે ન ઈચ્છતા હોય તેવા ઘણા બધા લોકો હોય તો તેણે સંભાળવું મુશ્કેલ થઇ જાય છે, તેથી અલગ અલગ ઈ-મેઈલ રાખવું જરૂરી છે. ક્યારેક જો આ નોટિફિકેશન ખોટા વ્યક્તિના હાથમાં આવી ગયું તો હેકર્સ એક જ પાસવર્ડ લગાવીને તમારું અકાઉન્ટ ચેક કરી શકે છે.

4. ઈ-મેઈલ હેકિંગ લિંક સિક્યોર લિંક સિક્યોર રાખવી ઘણી જ જરૂરી છે સુરક્ષા માટે તે ખતરનાક બની શકે છે જો તમારી લિંક સિક્યોર નથી તો ઓનલાઈન દુનિયામાં એવી ભૂલો હેકર્સ માટે વરદાન સાબિત થાય છે. જેની મદદથી તેઓ ઈ-મેઈલ એકાઉન્ટ હેક કરી શકે છે. ઈ-મેઈલમાં આવતી લિંકને ક્યારેય જલ્દી જલ્દીમાં ક્લિક ન કરવી જોઈએ. કેટલીક વખત મિત્રો અજાણતા અથવા તો મસ્તીમાં એવી લિંકો મોકલી દે છે જેના પર ક્લિક કરવાથી તમારી લિંક સિક્યોર રહેતી નથી. તેથી જ્યાં સુધી કોઈ પણ લિંક પર વિશ્વાસ કરવો બેવકૂફી કહી શકાય છે.

5. ઈ-મેઈલ હેકિંગ કોમન પાસવર્ડ ઘણી વખત લોકો એવી નાની અને કોમન ભૂલો કરી બેસે છે. જેમકે, બધા જ એકાઉન્ટનો કોમન પાસવર્ડ રાખવો. તમારૂ બેન્કિંગ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ કે પછી કોમર્શિયલ સાઈટ એકાઉન્ટ હોય બધાનો એક જ કોમન પાસવર્ડ ન રાખવો જોઈએ. કોમન પાસવર્ડ રાખવાની એક નાની ભૂલ તમને બહુજ ભારે પડી શકે. જો તમારા એક પાસવર્ડની જાણ હેકર્સને થાય છે તો હેકર્સ તમારા બીજા એકાઉન્ટને હેક્લ કરવા માટે સૌ પહેલા તે જ પાસવર્ડનો ઉપયોગ કરશે અને જો તમારા બધા જ એકાઉન્ટમાં કોમન પાસવર્ડ હશે તો તમારું અકાઉન્ટ સરળતાથી હેક થઇ જશે.

6. ઈ-મેઈલ હેકિંગ પબ્લિક વાઈ-ફાઈ જઓ તમે ક્યાંય પણ પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ઘણું જ જોખમ ભર્યું સાબિત થઇ શકે છે. બને ત્યાં સુધી પબ્લિક વાઈ-ફાઈ દ્વારા ઈ-મેઈલનો ઉપયોગ કરવાનું ટાળો, પણ જો બહુજ જરૂરી છે તો પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો પરંતુ કોઈ પણ ફાઈલ ડાઉનલોડ ના કરો. 7. ઈ-મેઈલ હેકિંગ પબ્લિક વાઈ-ફાઈથી જો કનેક્ટ થવું જરૂરી બને તો પોતાના પર્સનલ ઈ-મેઈલને લોગ આઉટ કરીને તેનો ઉપયોગ કરો. પરંતુ જો થોડી જ મિનીટ્સ માટે ડેટા સર્વિસીસ ઉપયોગ નહી કરવાથી સુરક્ષા રહે છે તે શ્રેષ્ઠ છે.
Source by: Vishvagujarat.

ગૂગલ ભારતમાં મોબાઈલ ડેવલોપર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

ભારત સરકારના સ્કિલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સર્ચ કંપની ગૂગલે એન્ડ્રોઈડ સ્કિલિંગ સર્ટિફિરેશન પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામની મદદથી ભારતને મોબાઈલ ડેવલોપર્સ હબ બનાવી શકાશે. પ્રોગ્રામ દ્વારા લગભગ 20લાખ મોબાઈલ ડેવલોપરને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્ય છે. આ પ્રસંગે ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ સીજર સેનગુપ્તાએ કહ્યું કે, ભારત 2018 સુધી 40 લાખ ડેવલોપર્સ સાથે સૌથી વધારે ડેવલોપર ધરાવતો દેશ બની જશે. આજની તારીખમાં ભારત પાસે લગભગ 1 અરબ યૂઝરને કંઈ નવો ઈન્ટરનેટ અનુભવ આપવાની સંભાવના છે. ગૂગલે એન્ડ્રોઈડ ફંડામેંટલ્સ પર ટ્રેનર્સ તૈયાર કરીને ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરી છે. જેના દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. દરેક સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટી ઉપરાંત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ટ્રેનિંગ ઈંસ્ટીટ્યૂટમાં આ કોર્સ મફતમાં ઉપલબ્ધ હશે. કોર્સને 18 જુલાઈથી શરૂ કરવામાં આવશે. ગૂગલે આ સાથે એસોસિયેટ એન્ડ્રોઈડ ડેવલોપર સર્ટિફિકેશન પરીક્ષાની ઘોષણા કરી છે. તેની મદદથી વિદ્યાર્થીઓ શરૂઆતમાં એન્ડ્રોઈડ ડેવલોપર તરીકેની નોકરી મેળવી શકશે. આ માટે ટ્રેનિંગ પછી તમારે ગૂગલ ડેવલોપર ટ્રેનિંગ વેબસાઈટ પર લોગઈન કરવું પડશે. Source by:Sandesh

Friday 8 July 2016

બાળકોના ઊંચા સંસ્કાર

1990 ની ઘટના
બાળકોના ઊંચા સંસ્કાર માટે બાળકોને અચૂક વંચાવો-સંભળાવો.
આસામથી બે છોકરીઓ રેલવેમાં ભરતી થવા ગુજરાતમાં આવવા ટ્રેનમાં બેસે છે. તેઓએ આગળ જતાં ટ્રેન બદલવાની હતી. તેઓએ સ્ટેશને ઉતરીને જલદી જલદી પોતાની ટ્રેન સોધીને રીઝર્વેશન ચાર્ટ જોયો, તો તેમની ટિકિટ કનફોમ ન હતી. બંને ગભરાઈ ઞઇ. હળબળીમાં ટ્રેનમાં તો ચડી ગઈ. ગાડી ફુલ હતી. જેમ તેમ એક જગ્યા મળી. સામે બે યુવાન પુરુષ બેઠા હતા તે આ છોકરીઓની હળબળી ગભરાટ જોઇ રહ્યા હતા. એક તો આગળની ટ્રેનમાં છોકરાઓ સામે મોટી રકઝક થઈ હતી. અને આ અજાણ્યા વિસ્તારમાં આવી રીતે યુવાન છોકરાઓનું નિરીક્ષણ કરતા જોઇને વધારે ગભરાઈ ગઈ. ગાડીમાં કયાંય જગ્યા ન હતી તેથી બીજે ક્યાંય જઇ શકાય તેમ ન હતું. તેવામાં ટી. ટી. એ આવીને જણાવ્યું કે આ સીટનું રીઝર્વેશન છે તેથી ખાલી કરો. હવે શું કરવું ? આગળનું સ્ટેશન આવે છે ત્યારે આ બંને યુવાનો ઊભા થઈને હળવેથી ચાલ્યા જાય છે. ખાલી સીમમાં બંને છોકરીઓ ગોઠવાઈ જાય છે. ટ્રેન સ્ટેશનથી ઊપડી જાય પછી પહેલા યુવાનો પાછા આવે છે. છોકરીઓ બંને સીટમાં સુતાં સુતાં ગભરાટમાં ને ગભરાટમાં ચુપચાપ જોવે છે. બંને યુવાનો કાંઇ પણ બોલ્યા વગર ત્યાં નીચે સુઇ જાય છે. છોકરીઓને ફારમાં ને ફારમાં ઊંઘ આવી જાય છે. સવારે ચા વાળાના અવાજ સાંભળીને ઊંઘ ઊડી જાય છે. ત્યારે છોકરીઓને બધી વાત સમજાય જાય અને ધન્યવાદ માને છે. બંને યુવાનોમાંથી એક યુવાન બોલે છે બહેનો આગળ કોઈ જરૃરિયાત પડે તો કહેજો. છોકરીઓએ બુક કાઢી અને નામ તથા સરનામું લખી આપવા કયું. બુકમાં નામ- સરનામા લખ્યાં અને ચાલ્યા ઞયા. બુકમાં નામ હતાં એક નરેન્દ્ર મોદી અને બીજા શંકરસિંહ વાઘેલા.
પહેલી છોકરીઓમાંથી એક હાલમાં
General Manager of the centre for railway information system Indian railway New Delhi માં નોકરી કરે છે.
આ લેખ The Hindu અંગ્રેજી પેપર પેજ નં 1 ઉપર The train journey and two names to remember ના નામથી તા. 1-6-2014 ના છપાયેલ છે.
આપણા બાળકોના ઉત્તમ સંસ્કાર માટે આ લેખ બાળકોને સાથે બેસીને રૃબરૃ વાંચો વંચાવો.
અને છેલ્લે.......
આપણે બધાએ પહેલી વખત વડાપ્રધાની પસંદગીમાં કોઈ ભૂલ નથી કરી.

Wednesday 15 June 2016

દહેજ

દરેક ભાઇઓ અને બહેનો ધ્યાનથી વાંચો

આજકાલ અમુક સમાજના લોકો આંધળુ અનુકરણ કરે છે અને છોકરીનુ સગપણ કરે છે અને પૈસા લે છે અને છોકરીને વેચી દે છે પાંચ લાખ દસ લાખ તેમજ પચ્ચીસ લાખના પણ આંકડા આવે છે.

પરંતુ છોકરીવાળાને ખબર નથી પડતી કે તમારા જમાઇ ને તમે પહેલેથી જ દેવાદાર બનાવો છો તો તે શુ તમારી છોકરીને સુખી રાખી શકશે ?????

વિચારો !! ......
આ વાત બધા લોકો જાણે છે તોય પૈસા લે છે કેમ કે એમના મનમાં બેઠેલી લાલચ એમ કરાવડાવે છે .....કે છોકરીનુ જે થાવુ હોય તે થાય પણ આપણુ તો થાય પણ મુર્ખાઓ હરામનો એક રુપીયો આવશેને તે તમારી સાથે સાથે તમારી ઓલાદને રોવડાવી રોવડાવી વ્યાજ સહીત ચુકવવો પડશે.

તો મિત્રો....આપણે આ સમાજની એક સમજદાર છોકરીની કહાની જોઇએ.

એક છોકરીનો બાપ છોકરીનુ સગપણ પાંચ લાખમા નક્કી કરે છે પછી બીજા છોકરાવાળા આવ્યા અને એણે કીધુ કે અમે તમને દસ લાખ રુપીયા આપીએ.... અમારે ત્યાં સગપણ કરી નાખો

 એટલે છોકરીના બાપને લાલચ વધી અને ત્યાં નક્કી કરે છે અને છોકરીના પૂછણાં આવતા ગયા અને છેલ્લે છોકરીના બાપે છોકરીનુ સગપણ પચ્ચીસ લાખમા નક્કી કરી નાખ્યુ!

ચોઘડીયા જોવરાવ્યા અને લગ્નની ધામધુમ તૈયારીઓ થવા લાગી !

છોકરીનો બાપ બજારમાં સામાન ખરીદવા જતો હતો, ત્યારે છોકરીને કહે બેટા !  હું બજારમાં જાવુ છુ, તારે જે પણ જોઈએ તે માંગ હુ લેતો આવીશ.

ત્યારે છોકરી કહે પિતાજી તમે મને બધુ આપી દીધુ છે ફ્કત મારા માટે બે વસ્તુ લાવજો "પાવડો અને તગારુ" જેને લીધે હું મારા પતિના ઘેર જઇને સારી રીતે મજુરી કરી શકુ !!!

આટલુ સાંભળતા જ એના બાપને ચક્કર આવવા માંડ્યા, એની ભુલ એને સમજાઈ ગઈ અને પૈસા જમાઇને પાછા આપી દીધા, અને છોકરીને રાજીખુશીથી વિદાય આપી!!!!

જે જ્ઞાતિઓમા પૈસા લઈને દીકરી આપવાનો રીવાજ ચાલે છે, એ લોકો સુધી આ વાત પહોચાડવા પ્રયત્ન કરવા વિનંતી.

..........
😔😔😔

Tuesday 14 June 2016

સૌથી સસ્તા સ્માર્ટફોનની 28 જૂને શરૂ થશે સેલ... કિંમત છે 251 રૂપિયા

સૌથી સસ્તા સ્માર્ટફોન Freedom 251 ની સેલ શરૂ થવા જઈ રહી છે.  આમોબાઈલ તમને માત્ર 251 રૂપિયામાં મળી રહેશે. Ringing Bells કંપનીએ દાવો કર્યો છે કે, તે Freedom 251 ની ડિલીવરી 28 જૂનથી શરૂ કરશે. તમને બતાવી દઈએ કે આ ફોનની કેશ ઓન ડિલેવરી કરવામાં આવશે. કંપનીના નિર્દેશક મોહિત ગોયલે જણાવ્યું કે, જે લોકોએ Freedom 251 માટે કેશ ઓન ડિલેવરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમને 28 જૂનથી ફોનની ડિલેવરી શરૂ કરી દેવામાં આવશે. આ ફોનને તમે ઓનલાઈન જ બુક કરાવી શકો છો.

સૌથી સસ્તા સ્માર્ટફોનની ખાસિયત

1. 4 ઈંચની ક્યુએચડી આઈપીએસ ડિસ્પલે સાથે આ ફોન ડ્યૂઅલ સિમ સ્પોર્ટ કરે છે.

2. એન્ડ્રોયડ 5.1 લોલીપોપ વર્ઝન સાથે આ સ્માર્ટફોન 3જી નેટવર્ક ઉપર કામ કરશે.

3. Freedom 251 2511.3 ગીગા હર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર ઉપર કામ કરશે.

4. Freedom 251 માં 1 જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. જેને એસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાશે.

5. આ ફોનમાં 3.2 એમપીનો રિયર કેમેરો અને 0.3નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

6. 1450 એમએએચની બેટરી અને એક વર્ષની ગેરંટી કંપની દ્વારા આપવામાં આવી છે.

Source by : sandesh

હવે વોટ્સએપના અજાણ્યા નંબરોને પણ ઓળખી કાઢશે Truecaller

વિશ્વની પ્રમુખ કોલર આઈડી સર્વિસ ટ્રૂ કોલર કેટલાય સ્માર્ટફોન યૂઝર્સ માટે વરદાન રૂપ સાબિત થઈ છે. આ એપ તમને અજાણ્યા નંબર પરથી આવતા કોલને ઓળખીને તે વ્યક્તિ વિશે જણાવે છે. જેના મદદથી યૂઝર સ્પામ કોલ અને અન્ય પરેશાન કરનારી ટેલિમાર્કેટિંગ કંપનીઓથી છુટકારો મેળવી શકે છે.

અત્યાર સુધી યૂઝરને આ એપની મદદથી માત્ર ફોન પર આવતા કોલ વિશેની જ માહિતી મળતી. હવે ટ્રૂ કોલરના એન્ડ્રોઈડ એપમાં એક નવું ફિચર આપવામાં આવ્યું છે. જેથી વોટ્સએપ, લાઈન, વાઈબર અથવા ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપમાં પણ અજાણ્યા નંબરોની ઓળખ કરી શકશે. આ ફિચરને સરળતાથી એક્ટિવેટ કરી શકાય છે. હાલમાં આ અપડેટ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં અન્ય પ્લેટફોર્મ પર પણ તે ઉપલબ્ધ થશે.

કેવી રીતે કરશો આ ફિચરને એક્ટિવેટ

આ માટે ટ્રૂ કોલરના સેટિંગમાં જાવ.

તેમાં જનરલ સેક્શનમાં તમને કેટલાક ઓપ્શન જોવા મળશે.

અહીં મેસેજિંગ એપ્સના વિકલ્પને ઈનેબલ કરો.


થોડા સમય પહેલા જ ટ્રૂ કોલરમાં સ્માર્ટ કોલ હિસ્ટ્રી અને અવેબિલિટી જેવા ફિચર ઉમેરવામાં આવ્યા છે.

Source by : sandesh

Sunday 12 June 2016

ઇઝરાયલ દેશ ની અગત્ય ની બાબતો

"ઇઝરાયલ દેશ સાથે જોડાયેલ અજીબોગરીબ facts, જેણે વાંચીને તમને મજા આવશે!"


ઇઝરાયલ દક્ષિણ પશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. ઇઝરાયલ શબ્દનો પ્રયોગ ‘બાઈબલ’ થી અને તેના પહેલાથી થાય છે. બાઈબલ અનુસાર ઈશ્વરના ફરિશ્તા (દૂતો) સાથે યુદ્ધ લડ્યા બાદ ‘જેકબ’ નું નામ ઇઝરાયલ રાખવામાં આવ્યું છે.

ઇઝરાયલ ચારે તરફથી દુશ્મન દેશોથી ધેરાયેલ છે અને આ દુશ્મન દેશ એવા પણ છે કે ઇઝરાયલને કોઇપણ રીતે ખતમ કરી નાખવા ચાહે છે. પરંતુ ઇઝરાયલથી તેના શત્રુ દેશ ઘભરાય છે, ઇઝરાયેલ નહિ.

* ઇઝરાયલ દુનિયાનો એક માત્ર યહૂદી રાષ્ટ્ર છે તથા ઇઝરાયલની એ નીતિ છે કે સમગ્ર દુનિયામાં જો કોઈ પણ, કોઈ જગ્યાએ યહૂદી રહેતો હોય તો તે ઇઝરાયેલનો નાગરિક માનવામાં આવે છે.

* તમને જાણીને નવાઈ લાગશે કે ઇઝરાયલમાં ફક્ત 40 જ પુસ્તકની દુકાનો છે. અહી દરેક વ્યક્તિને સરકાર જ બુક પૂરી પાડે છે. ઇઝરાયલમાં છપાતી કોઇપણ બુકની એક કોપી 'જ્યુઇશ (યહૂદી) નેશનલ યુનિવર્સિટી' ની લાઈબ્રેરીમાં રાખવામાં આવે છે.



* ઇઝરાયલ દુનિયાના એ નવ દેશોમાં શામેલ છે, જેની પાસે પોતાની સેટેલાઈટ સીસ્ટમ છે. જેનો ઉપયોગ તે ડ્રોન ચલાવવા માટે કરે છે. ઇઝરાયલ પોતાની સેટેલાઈટ સીસ્ટમને કોઈની સાથે શેર નથી કરતુ. (ભારત આમાં ઇઝરાયલ કરતા આગળ છે)

* ઇઝરાયલની મુદ્રા ‘નવી ઇઝરાયલી શેકેલ’ છે.

* ઇઝરાયલ વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓને આશ્રય પૂરો પાડનાર દેશ છે. દુનિયાભરના યહૂદીઓને જન્મ લેતા જ ઇઝરાયલની નાગરિકતા મળી જાય છે. એ જયારે ચાહે ત્યારે ત્યાં જઈને વસી શકે છે.

* શ્રી નરેન્દ્ર મોદી ભારતના એવા પહેલા પ્રધાનમંત્રી છે જેમણે ઇઝરાયલની યાત્રા કરી હતી.

* જેરૂસલેમ ઇઝરાયલની રાજઘાની છે.



* ઇઝરાયલ ક્યારેય કોઈ દેશ કે સંગઠનને એ નથી કહેતો કે અમારા દેશમાં આંતકવાદી ઘટનાઓ અને હુમલો ન કરો.... પરંતુ ઇઝરાયેલની સીધી સાદી પોલીસી છે કે જો કોઈએ અમારા દેશના એક નાગરિકને માર્યો તો અમે તે દેશમાં ધુસીને તેના 1000 નાગરિકોને મારી નાખશું.

* ઇઝરાયલની બે અધિકારીક ભાષા છે, હીબ્રુ અને અરબી.

* ઇઝરાયલ વિષે એક વિચિત્ર તથ્ય છે કે ઇઝરાયલે આજ સુધી તેના કોઇપણ દુશ્મનોને જીવિત નથી છોડ્યા. ઇઝરાયલ પર હુમલો કરનાર બધા દુશ્મનોનું મૃત્યુ નિશ્ચિત છે.




* મધ્ય પૂર્વ દેશોમાંથી ઇઝરાયલ એકમાત્ર લિબરલ (ઉદાર) લોકશાહી દેશ છે.

* ઇઝરાયલના બધા જ વિદ્યાર્થીઓ, છોકરો હોય કે છોકરીને હાઇ-સ્કુલનું ભણતર પૂર્ણ કર્યા બાદ ફરજિયાત ‘મિલેટ્રી સર્વિસ’ જોઈન કરવી પડે. આ સર્વિસનો પીરિયડ (અવધિ, સમય) છોકરાઓ માટે ત્રણ વર્ષ અને છોકરીઓ માટે 2 વર્ષનો હોય છે.

* ઇઝરાયલ એક નાનો દેશ છે, જે ડિઝર્ટ (રણ) ને અડીને આવેલો છે. અહીની કુલ વસ્તી લગભગ 70 લાખ છે.

* ઇઝરાયલ ઘરેલું કોમ્પ્યુટર ઉપયોગ કરવામાં દુનિયામાં પહેલા નંબરે છે. દુનિયામાં પહેલો ફોન મોટોરોલા કંપની એ ઇઝરાયલ જ બનાવ્યો હતો. તથા માઈક્રોસોફ્ટ માટે પહેલી પેંટીયમ ચીપ ઇઝરાયલમાં જ બની હતી. ઉપરાંત પહેલી વોઈસ મેલ ટેકનીક ઇઝરાયલ માં વિકસિત થઇ હતી.

* જો ઇઝરાયલની વાયુસેનાની વાત કરવામાં આવે તો ઇઝરાયલી એર ફોર્સ વિશ્વની ચોથા ક્રમની એર ફોર્સ છે. આ વાયુસેના એટલી શક્તિશાળી છે કે અમેરિકા અને રશિયા જેવા દેશો પણ આનાથી ડરે છે.


* ઇઝરાયલના જન્મથી અનેક મુસ્લિમ રાષ્ટ્રો આના શત્રુ રહ્યા, જેના કારણે આ અત્યાર સુધી સાત મોટી લડાઈઓ લડી ચુક્યું છે. તથા એકવાર તો આના ઉપર સાત દેશોએ મળીને હુમલો કર્યો હતો. જોકે, આ યુદ્ધમાં ઇઝરાયલને જ જીત મળી હતી.

* ભારતનો પ્રથમ નંબરનો દુશ્મન દેશ પાકિસ્તાન પણ ઇઝરાયલને કેટલી નફરત કરે છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દરેક પાકિસ્તાની પાસપોર્ટ પર શુદ્ધ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયલને છોડીને કોઇપણ રાષ્ટ્રમાં માન્ય છે.

* ઇઝરાયલ આખી દુનિયામાં સૌથી વધુ હીરાની કટિંગ અને પોલિશ કરે છે. અહી આખી દુનિયાના હીરાનો હોલ સેલ થાય છે.

* દુનિયાની સૌથી નાની બાઈબલ ઇઝરાયલમાં બનેલ છે જે ફક્ત 4.16 મિલિમીટર લાંબી અને પહોળી છે.

Thursday 9 June 2016

ડિલેટ થઈ ગયેલા નંબર પાછા મેળવવા ની ટિપ્સ

આજના સમયમાં નાના બાળકોને પણ એન્ડ્રોઈડ ફોન જ પસંદ કરતાં હોય છે. તેમને સાદા મોબાઈલ તો ગમતા પણ હોતા નથી. જો કે તેમને ગેમ રમવામાં સોથી વધારે રસ હોય છે. પરંતુ કયારેક ભૂલમાં તેઓ ફોનમાં રહેલા કોન્ટેકેટ ડિલીટ કરી નાખે છે. તો ક્યારેક આપણા ખુદથી પણ કોન્ટેક ડિલીટ થઈ જતા હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે ફોનમાં રહેલ કોન્ટેક્ટ સૌથી મહત્વના હોય છે. તેથી કોન્ટેકટ ડિલીટ થઈ જતાં તમારા ઘણા બધા કામો અટકી પડતા હોય છે. જો તમારા સાથે પણ ક્યારેક આવું થાય તો આ રીતે તમે તમારાં ફોનનાં ડિલીટ કોન્ટેકેટને તરત જ પાછાં મેળવી શકશો.

આ ટિપ્સથી મળી જશે તમને તમારા ડિલેટ થયેલ નંબર

સૌ પ્રથમ તમારાં કોમ્પયૂટરમાં એન્ડ્રોઇડ ડેટા રિક્વરી સોફ્ટવેર ડાઉનલોડ કરો અને ઇન્સટોલ કરો. ત્યાર બાદ USB કેબલની મદદથી તમારાં સ્માર્ટફોનને પીસી સાથે કનેક્ટ કરો. તે વખતે તમારો ફોન ઓછામાં ઓછો 50 ટકા જેટલો ચાર્જ થયેલો હોવો જોઈએ. જે પછી તમારાં ફોનના USB ડિબગિંગ ઓપ્શન ઓન કરવાનું રહેશે. જેના માટે સેટિંગ્સમાં જઇને ડેવલપર ઓપ્શન પર ક્લિક કરો અને યુએસબી ડિબગિંગ પર ક્લિક કરો.

આટલું કર્યા બાદ તમને તમારાં પીસીમાં ફોનમાંથી ડિલીટ થયેલી ફાઇલ્સ જોવા મળશે. જેમાં કોન્ટેક્ટ, ફોટો, વીડિયોના તમામ ડેટા મળી શકે છે. જેના પછી સ્કેન ડિલીટ ફાઇલ્સ અને ઓલ ડિલીટ ફાઇલ્સ જેવા બે ઓપ્શન આપવામાં આવશે. જેમાંથી તમારા સ્કેન ડિલીટ ફાઇલ્સનું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સ્કેનિંગ સમાપ્ત થયા પછી તમે તમામ ડિલીટ થયેલા કોન્ટેક્ટને તમારાં પીસીની સ્ક્રીન પર જોઇ શકશો. હવે તમે જે ફાઇલને સેવ કરવા માંગો છો તેને તમે સિલેક્ટ કરી તેને સેવ કરી શકશો.

Source by : sandesh

Wednesday 8 June 2016

હવે ફ્લિપકાર્ટ માંથી ખરીદી કરતાં પહેલા વાંચી લો આ મહત્વ ની બાબત

આજે  ઓનલાઈન  શોપિંગ નો ક્રેજ દીવસે દીવસે વધતો જય છે ત્યારે, જો તમે ઓનલાઈન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટ ઉપરથી સામાન ખરીદો છો તો જરા સાવધાન થવાની જરૂરત છે.
 કેમ કે, ફ્લિપકાર્ટ હવે ટોપ સેલિંગ પ્રોડક્ટ માટે પોતાની પોલિસી બદલી નાંખી છે.

 પહેલા આ વેબસાઈડ ઉપર સામાન ખરીદયા પછી 30 દિવસની અંદર પાછો આપવાનો સમય મળતો હતો. પરંતુ કંપનીએ તેમાં ઘટાડો કરતાં માત્ર 10 દિવસ કરી દીધા છે.

ક્યા કારણે પોલિસીમાં કર્યો બદલાવબધી જ ઓનલાઈન કંપનીઓ ગ્રાહકોને સામાન પાછો આપવાનો ઓપ્સન આપે છે.

જેના કારણે લોજિસ્ટિક્સ લેવલ ઉપર તેમની સમસ્યા વધી ગઈ છે. ગ્રાહક વસ્તુ પાછી આપે છે તેવામાં સેલર્સનો પણ ખર્ચો વધી જાય છે. રિટર્ન થયેલ વસ્તુનો ખર્ચ પણ કંપનીને ઉઠાવવો પડે છે.

કઈ વસ્તુઓ પર લાગૂં કરવામાં આવી પોલીસીફ્લિપકાર્ટની 10 દિવસની પોલિસી ઈલેક્ટ્રોનિક્સ, બુક્સ અને મોબાઈલ જેવી વસ્તુઓ ઉપર લાગું કરવામાં આવશે.

30 દિવસની રિટર્ન પોલિસી માત્ર કપડા, ફુટવિયર, વોચ એન્ડ આઈવિયર, જવેલર્સ, ફેશન જેવી વસ્તુઓ ઉપર શરૂ રાખવામાં આવશે.

Source by : sandesh

Sunday 5 June 2016

ગેજેટ્સની ઓનલાઈન શોપિંગ વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

આજકાલ ઈન્ટરનેટ અથવા તો ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ સતત વધી રહ્યો છે.મોંઘા મોબાઈલ ફોન થી માથાના શેમ્પુ સુધીની બધી જ વસ્તુઓ અલગ અલગ વેબસાઈટ્સ પર અઢળક અને ખુબ જ લલચાવનારા ડીસકાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.આપણે બધા ખુબ જ સાવધાની પૂર્વ જ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ પણ તેમ છતાં ઘણી વખત ઉતાવળમાં થાપ ખાઈ જતા હોઈએ છીએ અને એ પછી ખુબ જ પસ્તાવો પણ થાય છે. એ પસ્તાવો ના થાય એ માટે કેટલાક સાવચેતીના પગલા અમે આપને સુચવીશું.

૧) ગેરેંટી-વોરંટી વિષે પૂરી ખાતરી કરો

ઓનલાઈન શોપિંગ જાયન્ટ્સ જ્યાર થી મોટા મોટા સેલમાં રીટેઈલર કરતા પણ સસ્તી કિંમતે ગેજેટ્સ આપવા માંડ્યા છે ત્યારથી મોટા ભાગની કંપનીઓએ તેમને વોરંટી-ગેરેંટી કન્ડીશન્સ બદલાવી નાખી છે. જે-તે સમયે ઈન્ટરનેટ પર થી લલચાવનારા ડીસકાઉન્ટ જોતા જ આપણે કંટ્રોલ નથીકરી શકતા અને ગેજેટ વોરંટી-ગેરેંટી વગર ખરીદી લઈએ છીએ અને પછી પસ્તાવું પડે છે માટે હંમેશ ઓનલાઈન શોપિંગ વખતે વોરંટી-ગેરેંટી બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ.

૨) તમારું ગેજેટ વોટરપ્રૂફ છે કે વોટર રેઝીસ્ટ્નટ

આજકાલ મોટાભાગના સ્માર્ટફોન ડસ્ટ પ્રૂફ અને વોટર રેઝીસ્ટ્નટ આવવા લાગ્યા છે તેમ છતાં ઓનલાઈન શોપિંગ કરતી વખતે આપણે થાપ ખાઈ જઈએ છે કે આપણું ગેજેટ વોટરપ્રૂફ છે કે વોટર રેઝીસ્ટ્નટ. આ બંને વચ્ચે નોભેદ માત્ર એટલો છે કે વોટર પ્રૂફ હોવું એટલે જો અમુક ઊંડાઈ તથા અમુક સમય સુધી તમારું ગેજેટ પાણી માં રહે તો તેને કશો ય પ્રોબ્લેમનહિ આવે જયારે વોટર રેઝીસ્ટ્નટ એટલે જો ભૂલે ચુકે પણ તમારું ગેજેટપાણીમાં પડે અથવા તેને પાણી ઉડે તો તરત જ તેને બહાર કાઢીને સાફ કરી લો અને તમારું ગેજેટ સુરક્ષિત હશે.

૩) પેય્મેન્ટ ગેટ વે

ઓનલાઈન શોપિંગ વખતે હંમેશા સૌથી વધુ મૂંઝવતો પ્રશ્નએ પેય્મેન્ટ નોછે. પહેલા જ પૈસા આપી દેવા કે કેશ ઓન ડીલેવરી નો વિકલ્પ નક્કી કરવો. શક્ય હોય ત્યાં સુધી હું કેશ ઓન ડીલેવરી ઓપ્શન વધુ પસંદ કરીશ જેથી કરીને તમે મંગાવેલ વસ્તુ કે મોંઘુ ગેજેટ વ્યવસ્થિત રીતેતથા તમને મંગાવ્યું હોય એ જ ગેજેટ તમને મળે તેની ખાતરી રહે તેમ છતાં જો તમારે ઓનલાઈન પે કરવું પડે તેવું હોય તોBilldeskના પેમેન્ટ ગેટવે નો ઉપયોગ કરવો વધારે સુરક્ષિત છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખાસ તો પેમેન્ટ અથવા તોટ્રાન્ઝેક્શન આઈડીનોંધી લેવું જેથી જો પેમેન્ટ ફેઈલ થઇ જાય અથવા તો વેબસાઈટ પેમેન્ટરીલેટેડ કોઈ પણ બાબતે આનાકાની કરે તો તમે તરત જ તે આઈડી આપી અને સામે જવાબ આપી શકો(વધુ સિક્યોરીટી માટે સ્ક્રીનશોટ પણ લઇ રાખવો, Just to be on safe side)

4) ગેજેટ્સની સાથે શું શું આવશે

હકીકતે આમ જુઓ તો આ મુદ્દો આપણે બહુ ભાગ્યે જ ધ્યાન થી જોતા હોઈએ છીએ અને પછી જયારે આપણી વસ્તુ આપણા પાસે આવે એટલે ખૂટતા એક કેબલ કે પ્લગ માટે આખું ઘર માથે લેતા હોઈએ છીએ. કોઈ પણ વેબસાઈટ પરથી ખરીદી કરો હંમેશાInside The boxવાળો ઓપ્શન જરૂર ચેકકરો જેથી તમને ખાતરી રહે કે તમે જે વસ્તુ મંગાવી રહ્યા છો તેની સાથેની સપોર્ટેડ વસ્તુઓ પણ તમને મળશે.

૫) અસલી-નકલી નો ભેદ ઓળખો

ઘણા લોકો આ ભેદભાવ સમજતા જ નથી અને ફટાફટ વસ્તુ ઓર્ડર કરી દે અને છેલ્લે જયરે ગેજેટ ડીલીવર થાય ત્યારે ખબર પડે કે તેમને ભલે ઓરીજીનલ કરતા ઓછી કિંમત ચૂકવી છે પણ ગેજેટ તેમને ડુપ્લીકેટ મળ્યુંછે અને પછી પસ્તાવાનું શરુ એટલે હંમેશા અહિયાં ખાસ ધ્યાન આપવું. ઘણી વેબસાઈટ પર તમને લેટેસ્ટ એપલ આઈફોન સાવ નજીવી કિંમત માં મળતો હોય તેવું લખ્યું હોય છે અને એમાં પણ શીપીંગ ફ્રી એટલે કોઈ ને પણ એક વખત તો લાલચ થાય જ પણ જો તમે સામાન્ય જ્ઞાન લગાવો તો ખબર પડી જાય કે જે ફોન સામાન્ય રીતે ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ માં વહેંચાતો હોય એ કોઈ વેબસાઈટ પર સાવ સામાન્ય કિંમત માં કેમ આવ્યો હશેकुछ तो गड़बड़ है दयाઅને એ ગડબડ સાવ સામાન્ય છે એ ગડબડ એટલે તમને આપવામાં આવેલોફોન એ ફર્સ્ટ કોપી અથવા તો ડુપ્લીકેટ છે.

કોઈ પણ ગેજેટ કે વસ્તુની ઓનલાઈન ખરીદી કરતી વખતે જો ઉપરોક્ત મુદ્દાઓનું ધ્યાન રાખશો તો અમે ચોક્કસપણે કહી શકીએ કે તમારે પસ્તાવું નહિ પડે.

Source By : netyatra.in

Saturday 4 June 2016

મોબાઇલના સીમકાર્ડમાં શું હોય છે ?

📱⚜ *મોબાઇલના સીમકાર્ડમાં શું હોય છે ?* ⚜📱

📱⚜મોબાઇલ ફોન વાયરલેસ સંદેશા આપ-લે કરતું સાધન છે તેમાં ફોનધારકનું સીમકાર્ડ જરૃરી છે.

📱⚜ફોનધારકને તેના ૧૦ આંકડાનો ફોન નંબર આપવામાં આવે છે.

📱⚜સીમકાર્ડ નાનકડી ઇલેક્ટ્રોનિક ચીપ છે તેનું પૂરું નામ *'સબસ્ક્રાઇબર્સ આઇડેન્ટીટી મોડયુલ'* છે.

📱⚜તેમાં ફોન નંબર, માલિકનું નામ, પાસવર્ડ, ભૌગોલિક ડેટા વગેરે સંગ્રહાયેલો હોય છે.

📱⚜સીમકાર્ડનો મુખ્ય હેતુ બીજા ફોન સાથે સંદેશા વ્યવહાર જોડી આપવાનો છે.

📱⚜મોબાઇલ ફોન લઈને ગમે તે સ્થળે જાવ તો પણ તેનું સીમકાર્ડ નજીકના જીએસએસએમ નેટવર્કના ટ્રાન્સમિટર સાથે જોડાયેલું રહે છે.

📱⚜નેટવર્કમાં તેના નંબરની ચકાસણી થાય છે.

📱⚜મોબાઇલ ફોન ઉપર નંબર ડાયલ કરો કે તરત જ નજીકના ટાવરમાં તે સક્રિય થાય છે અને ગ્રાહકે લગાડેલો નંબર શોધીને સેટેલાઇટ દ્વારા જે તે ટાવર સાથે જોડાઈ જાય છે.

📱⚜બે ફોન ઉપર વાતચીત થતી હોય ત્યારે બંને સીમકાર્ડ એકબીજા સાથે જોડાયેલા હોય છે.

કમ્પ્યૂટરના કી-બોર્ડ પર અક્ષરો આડાઅવળા કેમ હોય છે ?

દુનિયાની અડધા ટકાથી વધુ વસ્તીએ ક્યારેકને ક્યારેક કમ્પ્યૂટર પર કામ કર્યું જ હશે. આમાના કેટલાક તો એવા છે જેઓ રોજ સતત 10થી વધુ કલાક કમ્પ્યુટર પર કામ કરતા હોય છે. પણ યાદ કરો જ્યારે તમે પહેલીવાર કમ્પ્યૂટર જોયુ હશે ત્યારે તમને મનમાં પહેલો વિચાર શું આવ્યો હશે. પહેલો વિચાર એ જ આવ્યો હશે કે સાલ્લુ, આ કમ્પ્યૂટરના કી બોર્ડ પર બધા લેટર્સ લાઈનમાં કેમ નથી? સાચુ ને ?? બધાને જ પહેલો વિચાર આ આવે છે. ત્યારે તમને આ ક્યુરિયસ સવાલનો જવાબ આપી દઈએ.

કમ્પ્યુટરે દુનિયાને ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. તમારી આંગળીઓ જેટલી ઝડપી કીબોર્ડ પર ચાલે છે, તેટલી જ ઝડપે તે સમગ્ર દુનિયામાં સૂચનાઓનું આદાનપ્રદાન કરે છે. પણ, આજે જાણી લો કે, કમ્પ્યૂટરના કીબોર્ડ પર અક્ષરો ઉપર નીચે કેમ હોય છે.


કી બોર્ડનો ઉપયોગ લગભગ રોજ કરાય છે. કી બોર્ડ કે મોબાઈલના કીપેડમાં શરૂઆત અક્ષર QWERTYથી શરૂ થાય છે. ક્રિસ્ટોફર શોલ્સે QWERTYની રૂપરેખા તૈયાર કરી હતી. સૌથી પહેલા 1874મા આવેલ ટાઈપરાઈટરમાં શબ્દોનો ઉપયોગ આવી રીતે જ થતો. તે સમયે તેને રેમિંગ્ટન 1ના નામે ઓળખવામાં આવતું.

જ્યારે શોલ્સ શબ્દોની પદ્ધતિ અને ક્રમનુ નિર્ધારણ કરતા ત્યારે તેમણે જોયું કે, જો ક્રમને સીધી લાઈનમાં મૂકવામાં આવ્યુ તો બટન જામ થઈ રહ્યા હતા. બટન એક પછી એક હોવાથી દબાવવા મુશ્કેલી ઉભી થતી હતી. તે સમયે ટાઈપરાઈટર પર બેકસ્પેસનુ બટન પણ ન હતું.

આ જ કારણ છે કે કીબોર્ડમા QWERTY શબ્દનો ઉપયોગ કરાયો છે. જેથી ટાઈપ કરવામાં આસાની રહે.

કોણ છે ક્રિસ્ટોફર શોલ્સ
ક્રિસ્ટોફર લેથમ શોલ્સ એ અમેરિકન ઈન્વેન્ટર છે. જેમણે ટાઈપરાઈટર અને QWERTY કીબોર્ડની શોધ કરી હતી. આજે પણ આ જ કીબોર્ડ ચાલે છે. તે ન્યૂઝ પેપર પબ્લિશર તથા રાજનીતિક પણ હતા
Source By : Sandesh

Friday 3 June 2016

શું તમે facebookની આ સાત મહત્વની વસ્તુઓ જાણો છો ?


જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોવ તો લગભગ એ નક્કી છે કે ફેસબુકનો પણ ઉપયોગ કરતા હશો. પરંતુ શું તમને ફેસબુકનો સંપૂર્ણ પણે ઉપયોગ કરતા આવડે છે.  ફેસબુક ઉપર એવા ફિચર છે જેનેા વિશે મોટાભાગના લોકો જાણતા નથી. અહીં તમને કેટલીક ટ્રિક્સ જણાવી શું જેનાથી તમે ફેસબુક વાપરવામાં ઉસ્તાદ બની જશો.

1- વધુ એક છુપાયેલું મેસેઝ બોક્સ
ફેસબુક તમને એ જ મેસેજ બતાવે છે જે તમારા માટે મહત્વપૂર્ણ હોય. બાકીના મેસેઝને સંતાડી દેવામાં આવે છે. આપણામાંથી મોટાભાગના લોકો બે જ મેસેજ બોક્સ વિશે જાણે છે. એક તો સામાન્ય ઇનબોક્સ અને બીજું other ઇનબોક્સ,  જેને હવે મેસેજ રિક્વેસ્ટ નામ આપવામાં આવ્યું છે. આ મેસેઝ બોક્સમાં એવા લોકોના મેસેઝ હોય છે. જેઓ તમારા ફ્રેન્ડ લિસ્ટમાં નથી હોતા. આ શારુ ફિચર છે કે ગેરજરૂરી લોકોના મેસેઝ વિશે તમને જાણવા ન મળે. તેમને એ જાણીને હેરાન થઈ જશો કે, ફેસબુક અનેક મેસેજ સંતાડી દે છે.

તમે ફેસબુકના Message Requestsમાં જાઓ. અહીં તમને Filtered Requests લખેલું દેખાશે. એના ઉપર ક્લિક કરો. અહીં તમને એવા મેસેઝ જોવા મળશે. જેને ફેસબુકે ફિલ્ટર કરી દીધા છે.

2- ફોટો આલ્બમ સરળતાથી ડાઉનલોડ કરી શકશો
પહેલા ફેસબુકથી ફોટો આલ્બમ ડાઉનલોડ કરવું ખુબજ મુશ્કેલ હતું. હવે તે ખુબ જ સરળ થઈ ગયું છે. કોઇપણ આલ્બમમાં જાઓ અને કોર્નર ઉપર ડ્રોપ-ડાઉન મેન્યૂ ઉપર ક્લિક કરો. આનાથી તમને આલ્બમને તમારી હાર્ડડ્રાઇવમાં સેવ કરવાનો ઓપ્શન મળશે.

3- ફાલતૂ ગેમ રિક્વેસ્ટ કરો બ્લોક
અનેક લોકો ગેમ રિક્વેસ્ટ મોકલતા રહે છે. જેનાથી તમે પરેશાન થઈ જાવ છો. આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવાના બે ઓપ્શન છે.
એક તો એપ સેટિંગ્સમાં જઈને એ એપને બ્લોક કરી દો જેના નોટિફિકેનશ નહીં ઇચ્છતા અને બીજું એ વ્યક્તિ તરફથી આવનારા બધા જ એપ રિક્વેસ્ટને બ્લોક કરી દો જેનાથી તમે પરેશાન થઈ જાઓ છો.

4- લોગઇન કરવા ઉપર નોટિફિકેશન મળવા
તમે આ ફિચરથી તમારા એકાઉન્ટને વધારે સિક્યોર કરી શકશો. આ માટે Settingsમાં જાઓ જ્યાં Security ઉપર ક્લિક કરો. અહીંથી લોગઇન કરવાથી નોટિફિકેશનવાળા ફિચરને ઓ કરી દો. Get login alerts whenever someone logs in to your account ને પસંદ પસંદ કરવાથી બ્રાઉઝર, ફોન અથવા રજિસ્ટર્ડ ઇમેલ એડ્રેસ ઉપર લોગઇનના એલર્ટ મળવાના શરૂ થઈ જશે.

5- આલ્બમ શેર કરી શકાય છે
ફેસબુક આલ્બમને શેર પણ કરી શકાય છે. મોટાભાગના લોકોને ખબર નથી કે આ ઓપ્શન હોય છે.  ધ્યાન રહે કે આ આલ્બમ તમારા ફ્રેન્ડ સિવાય તસવીરોમાં ટેગ થયેલા દોસ્તો પણ જોઈ શકે છે.

6- એડવાન્સ ચેટ સેટિંગ
શું તમે કેટલાક લોકો સાથે ફેસબુક ઉપર ચેટ કરવા નથી ઇચ્છતા તો આવું સેટિંગ કરી શકે છે. એવા લોકોને તમે ક્યારે ઓનલાઈન નહીં દેખાવ. ફેસબુક ઉપર જમણી બાજુમાં નીચે તમારું મેસેન્ઝર દેખાશે. જ્યાં તેમે Options પસંદ કરી શકો છો. કોણ કોણ ફ્રેન્ડ સાથે તમને ચેટ કરી શકો છો. અને કોને કોને તમે ઓનલાઇન બતાવવા ઇચ્છોશો.

7-કોણ તમારા Likes જોઈ શકે છે
આપણે મોટાભાગે નવા પેજને લાઇક કરતા રહીએ છીએ. જો તમે ઇચ્છતા હોવ તો લોકો એ નહીં જોઈ શકે કે કયા પેજને લાઇક કર્યું છે. નીચે દેખાતી લિંકમાં YourNameની જગ્યાએ પોતાના ફેસબુક આ પેજ ઉપર પેન્સિલ જેવું દેખાતું આઇકોન ઉપર ક્લિક કરો અને એ પસંદ કરો કે કયા પેજને બતાવવું છે કે નહીં.
Source By : Sandesh