Saturday 30 July 2016

ગૂગલ ભારતમાં મોબાઈલ ડેવલોપર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

ભારત સરકારના સ્કિલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સર્ચ કંપની ગૂગલે એન્ડ્રોઈડ સ્કિલિંગ સર્ટિફિરેશન પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામની મદદથી ભારતને મોબાઈલ ડેવલોપર્સ હબ બનાવી શકાશે. પ્રોગ્રામ દ્વારા લગભગ 20લાખ મોબાઈલ ડેવલોપરને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્ય છે. આ પ્રસંગે ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ સીજર સેનગુપ્તાએ કહ્યું કે, ભારત 2018 સુધી 40 લાખ ડેવલોપર્સ સાથે સૌથી વધારે ડેવલોપર ધરાવતો દેશ બની જશે. આજની તારીખમાં ભારત પાસે લગભગ 1 અરબ યૂઝરને કંઈ નવો ઈન્ટરનેટ અનુભવ આપવાની સંભાવના છે. ગૂગલે એન્ડ્રોઈડ ફંડામેંટલ્સ પર ટ્રેનર્સ તૈયાર કરીને ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરી છે. જેના દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. દરેક સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટી ઉપરાંત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ટ્રેનિંગ ઈંસ્ટીટ્યૂટમાં આ કોર્સ મફતમાં ઉપલબ્ધ હશે. કોર્સને 18 જુલાઈથી શરૂ કરવામાં આવશે. ગૂગલે આ સાથે એસોસિયેટ એન્ડ્રોઈડ ડેવલોપર સર્ટિફિકેશન પરીક્ષાની ઘોષણા કરી છે. તેની મદદથી વિદ્યાર્થીઓ શરૂઆતમાં એન્ડ્રોઈડ ડેવલોપર તરીકેની નોકરી મેળવી શકશે. આ માટે ટ્રેનિંગ પછી તમારે ગૂગલ ડેવલોપર ટ્રેનિંગ વેબસાઈટ પર લોગઈન કરવું પડશે. Source by:Sandesh

No comments:

Post a Comment