Saturday 30 July 2016

E-Mail ને હેકર્સથી સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આદતો

1. ઈ-મેઈલ હેકિંગ ૨૧મી સદી એટલે ડિજીટલનો જમાનો.

આજની જનરેશન રોજીંદા જીવનમાં અવાર-નવાર નવા સંશોધન તેમજ મનોરંજન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તેમાં ઘણા અંશે સફળતા મળે છે પણ સાથે-સાથે હેકિંગનું જોખમ પણ વધ્યું છે. પોતાના E-Mail ને હેકર્સથી કેવી રીતે સુરક્ષિત રાખવા માટે કેટલીક આદતો જરૂરથી અપનાવવી જોઈએ તમારે..

2. ઈ-મેઈલ હેકિંગ ઈ-મેઈલ એડ્રેસ કોઈ પણ ઓનલાઈન દુનિયાનો સૌથી મહત્વનો ભાગ છે. બધી જાણકારી, પાસવર્ડ, બેંકના ટ્રાન્ઝેક્શન અને સ્ટેટમેંટ, ક્રેડિટકાર્ડની જાણકારી અને સોશિયલ મીડિયા નોટિફિકેશન બધા એ-મેઈલ પર જ હોય છે. તેને એકબીજાથી અલગ કરીને રાખવું ઘણું જ જરૂરી છે કારણ કે, જો કોઈ તમારું ઈ-મેઈલ હેક કરી લેશે તો તમારા માટે મોટી સમસ્યા ઉભી થઇ જશે. તે માટે ઈ-મેઈલ પર કામ કરતી સમયે સુરક્ષાની કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ આદતોને તમે અપનાવશો તો તમારા માટે ઓનલાઈન સુરક્ષા શ્રેષ્ઠ કરી શકશો.

3. ઈ-મેઈલ હેકિંગ એકથી વધારે ઈ-મેઈલ એકાઉન્ટ હંમેશા એકથી વધારે ઈ-મેઈલ અકાઉન્ટ રાખવા જોઈએ, તેનાથી તમે અલગ કામ કરવા માટે અલગ ઈ-મેઈલ રાખી શકશો. ક્યારેય પણ પોતાના પર્સનલ ઈ-મેઈલ આઈડી દરેક લોકોને આપો. આ માત્ર તમારા કેટલાક ભરોસાપાત્ર લોકો કે કલીગને જ આપો. જો તમારું પર્સનલ ઈ-મેઈલ પર તમે ન ઈચ્છતા હોય તેવા ઘણા બધા લોકો હોય તો તેણે સંભાળવું મુશ્કેલ થઇ જાય છે, તેથી અલગ અલગ ઈ-મેઈલ રાખવું જરૂરી છે. ક્યારેક જો આ નોટિફિકેશન ખોટા વ્યક્તિના હાથમાં આવી ગયું તો હેકર્સ એક જ પાસવર્ડ લગાવીને તમારું અકાઉન્ટ ચેક કરી શકે છે.

4. ઈ-મેઈલ હેકિંગ લિંક સિક્યોર લિંક સિક્યોર રાખવી ઘણી જ જરૂરી છે સુરક્ષા માટે તે ખતરનાક બની શકે છે જો તમારી લિંક સિક્યોર નથી તો ઓનલાઈન દુનિયામાં એવી ભૂલો હેકર્સ માટે વરદાન સાબિત થાય છે. જેની મદદથી તેઓ ઈ-મેઈલ એકાઉન્ટ હેક કરી શકે છે. ઈ-મેઈલમાં આવતી લિંકને ક્યારેય જલ્દી જલ્દીમાં ક્લિક ન કરવી જોઈએ. કેટલીક વખત મિત્રો અજાણતા અથવા તો મસ્તીમાં એવી લિંકો મોકલી દે છે જેના પર ક્લિક કરવાથી તમારી લિંક સિક્યોર રહેતી નથી. તેથી જ્યાં સુધી કોઈ પણ લિંક પર વિશ્વાસ કરવો બેવકૂફી કહી શકાય છે.

5. ઈ-મેઈલ હેકિંગ કોમન પાસવર્ડ ઘણી વખત લોકો એવી નાની અને કોમન ભૂલો કરી બેસે છે. જેમકે, બધા જ એકાઉન્ટનો કોમન પાસવર્ડ રાખવો. તમારૂ બેન્કિંગ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ કે પછી કોમર્શિયલ સાઈટ એકાઉન્ટ હોય બધાનો એક જ કોમન પાસવર્ડ ન રાખવો જોઈએ. કોમન પાસવર્ડ રાખવાની એક નાની ભૂલ તમને બહુજ ભારે પડી શકે. જો તમારા એક પાસવર્ડની જાણ હેકર્સને થાય છે તો હેકર્સ તમારા બીજા એકાઉન્ટને હેક્લ કરવા માટે સૌ પહેલા તે જ પાસવર્ડનો ઉપયોગ કરશે અને જો તમારા બધા જ એકાઉન્ટમાં કોમન પાસવર્ડ હશે તો તમારું અકાઉન્ટ સરળતાથી હેક થઇ જશે.

6. ઈ-મેઈલ હેકિંગ પબ્લિક વાઈ-ફાઈ જઓ તમે ક્યાંય પણ પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ઘણું જ જોખમ ભર્યું સાબિત થઇ શકે છે. બને ત્યાં સુધી પબ્લિક વાઈ-ફાઈ દ્વારા ઈ-મેઈલનો ઉપયોગ કરવાનું ટાળો, પણ જો બહુજ જરૂરી છે તો પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો પરંતુ કોઈ પણ ફાઈલ ડાઉનલોડ ના કરો. 7. ઈ-મેઈલ હેકિંગ પબ્લિક વાઈ-ફાઈથી જો કનેક્ટ થવું જરૂરી બને તો પોતાના પર્સનલ ઈ-મેઈલને લોગ આઉટ કરીને તેનો ઉપયોગ કરો. પરંતુ જો થોડી જ મિનીટ્સ માટે ડેટા સર્વિસીસ ઉપયોગ નહી કરવાથી સુરક્ષા રહે છે તે શ્રેષ્ઠ છે.
Source by: Vishvagujarat.

No comments:

Post a Comment