Wednesday 21 December 2016

શું તમે પણ Paytm કરો છો? તો જાણી લો તેના ફાયદા અને નુકસાન.


1. પેટીએમનાં ફાયદા અને નુકસાનનોટબંધી બાદ દેશ કેશલેસ ઈકોનોમી તરફ વધી રહ્યો છે. હવે લોકો Paytm અથવા ફ્રીચાર્જ જેવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર સાઈટ્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જો તમે પણ પેટીએમ અથવા તો અન્ય ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને પેટીએમથી થતા ફાયદા અને નુકશાન વિશે તમને ખબર હોવી જોઈએ.

2. પેટીએમનાં ફાયદા અને નુકસાનપૈસાની લેણ-દેણમાં સરળતા અને સુવિધા ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરવાનો સૌથી મોટો ફાયદો છે.આ તમને કેશ અથવા પ્લાસ્ટિક કાર્ડને રાખવા અને એટીએમમાં કતારમાં ઉભા રહેવાની સમસ્યાથી બચી શકે છે. તે સિવાય ટ્રાવેલિંગ દરમિયાન આ એક સુરક્ષિત અને સુવિધાજનક વિકલ્પ છે.

3. પેટીએમનાં ફાયદા અને નુકસાન૨,૦૦૦ રૂપિયાથી વધારેના કાર્ડ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ પર સરકારની છૂટથી ડીજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યાર બાદ પણ કેટલીક બીજી પણ જાહેરાતો કરવામાં આવી છે. આ સાચો સમય છે કે તમે તેનો ફાયદો ઉઠાવીને સેવિંગ કરી શકો છો.

4. પેટીએમનાં ફાયદા અને નુકસાનજો દરેક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ તમારી પાસે હાજર રહેશે તો તમારા ખર્ચ પર નજર રાખવી ઘણી જ સરળ થઇ જશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અને સુરક્ષાની દ્રષ્ટીથી પણ આ ફાયદાકારક છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પોતાનું બજેટ પણ સારી રીતે બનાવી શકશો.

5. પેટીએમનાં ફાયદા અને નુકસાનડીજીટલ પેમેન્ટની આદત તમને બજેટ બેલેન્સ કરવામાં મદદ કરશે. જો તમે નિયંત્રિત થઈને ખર્ચ કરશો તો તેનાથી રોકાણની ક્ષમતા પણ વધશે. તમે કેટલાક વધારાના પરચૂરણ ખર્ચા કરો છો તો આ આદત છૂટી જશે.

6. પેટીએમનાં ફાયદા અને નુકસાનડીજીટલ ટ્રાન્ઝેક્શનનાં ફાયદા તો ઘણા છે તો સાથે તેનું જોખમ પણ વધારે છે. સૌથી મોટો ડર આઇડેન્ટિટી ચોરી થવાનો રહે છે. ત્યાં સુધી કે, એજ્યુકેટેડ લોકો પણ હેકર્સની જાળમાં ફસાવાથી ડરે છે.

7. પેટીએમનાં ફાયદા અને નુકસાનઓનલાઈન ફ્રોડમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેમ-જેમ ડીજીટલ પ્લેટફોર્મ લોકો વચ્ચે લોકપ્રિય થતું ગયું, તેમ-તેમ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વધશે. સરકારે ૨,૦૦૦ રૂપિયાથી ઉપર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનને હટાવી દીધું છે. ટ્રાન્ઝેક્શનની કોઈ મર્યાદાને બરતરફ કરીને આઇડેન્ટિટી ચોરી થવાનું જોખમ વધી ગયું છે.

8. પેટીએમનાં ફાયદા અને નુકસાનઓનલાઈન છેતરપીંડીને લઈને બંધારણમાં કોઈ કડક કાયદો પણ નથી. જો કોઈ બેંક અથવા કંપનીનાં ડેટાબેઝને હેક કરીને સામુહિક રીતે આઇડેન્ટિટી ચોરી લેવામાં આવે તોમોટા નાણાંકીય સંકટનો સમાનો કરવો પડી શકે છે.

9. પેટીએમનાં ફાયદા અને નુકસાનતમે પોતાનાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે પોતાના મોબાઈલ પર નિર્ભર રહેશો અને જો તમારો ફોન ખોવાઈ ગયો છે તો વધારે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

10. પેટીએમનાં ફાયદા અને નુકસાનએક નુકશાન તે પણ છે કે તમારે તમારો ફોન હંમેશા ચાર્જરાખવો પડશે. જો તમારા ફોનની બેટરી લો થઇ ગઈ છે, તો તમે પણ કોઈ કામ નહી કરી શકો. જો તમે કોઈ મોલમાં શોપિંગ કરવા ગયા અને બીલ પેમેન્ટ સમયે તમારા મોબાઈલની બેટરી લો થઇ ગઈ તો તમે ટ્રાન્ઝેક્શન નહી કરી શકો.

11. પેટીએમનાં ફાયદા અને નુકસાનડીજીટલ Way અપનાવવામાં બીજી પણ ઘણી જ સમસ્યાઓ છે. સૌથી મોટી સમસ્યા આપણી માનસિકતાને બદલવાની છે. આ અચાનકથી ત્રણ જનરેશન આગળ વધારવા જેવી છે. ડીજીટલ માધ્યમ ટેક અનફ્રેન્ડલી લોકો માટે માથાનો દુઃખાવો સાબિત થશે. તેમને આ ટેકનીક શીખવામાં ઘણો જ સમય લાગશે.

No comments:

Post a Comment