Friday 3 June 2016

શું તમે facebookની આ સાત મહત્વની વસ્તુઓ જાણો છો ?


જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોવ તો લગભગ એ નક્કી છે કે ફેસબુકનો પણ ઉપયોગ કરતા હશો. પરંતુ શું તમને ફેસબુકનો સંપૂર્ણ પણે ઉપયોગ કરતા આવડે છે.  ફેસબુક ઉપર એવા ફિચર છે જેનેા વિશે મોટાભાગના લોકો જાણતા નથી. અહીં તમને કેટલીક ટ્રિક્સ જણાવી શું જેનાથી તમે ફેસબુક વાપરવામાં ઉસ્તાદ બની જશો.

1- વધુ એક છુપાયેલું મેસેઝ બોક્સ
ફેસબુક તમને એ જ મેસેજ બતાવે છે જે તમારા માટે મહત્વપૂર્ણ હોય. બાકીના મેસેઝને સંતાડી દેવામાં આવે છે. આપણામાંથી મોટાભાગના લોકો બે જ મેસેજ બોક્સ વિશે જાણે છે. એક તો સામાન્ય ઇનબોક્સ અને બીજું other ઇનબોક્સ,  જેને હવે મેસેજ રિક્વેસ્ટ નામ આપવામાં આવ્યું છે. આ મેસેઝ બોક્સમાં એવા લોકોના મેસેઝ હોય છે. જેઓ તમારા ફ્રેન્ડ લિસ્ટમાં નથી હોતા. આ શારુ ફિચર છે કે ગેરજરૂરી લોકોના મેસેઝ વિશે તમને જાણવા ન મળે. તેમને એ જાણીને હેરાન થઈ જશો કે, ફેસબુક અનેક મેસેજ સંતાડી દે છે.

તમે ફેસબુકના Message Requestsમાં જાઓ. અહીં તમને Filtered Requests લખેલું દેખાશે. એના ઉપર ક્લિક કરો. અહીં તમને એવા મેસેઝ જોવા મળશે. જેને ફેસબુકે ફિલ્ટર કરી દીધા છે.

2- ફોટો આલ્બમ સરળતાથી ડાઉનલોડ કરી શકશો
પહેલા ફેસબુકથી ફોટો આલ્બમ ડાઉનલોડ કરવું ખુબજ મુશ્કેલ હતું. હવે તે ખુબ જ સરળ થઈ ગયું છે. કોઇપણ આલ્બમમાં જાઓ અને કોર્નર ઉપર ડ્રોપ-ડાઉન મેન્યૂ ઉપર ક્લિક કરો. આનાથી તમને આલ્બમને તમારી હાર્ડડ્રાઇવમાં સેવ કરવાનો ઓપ્શન મળશે.

3- ફાલતૂ ગેમ રિક્વેસ્ટ કરો બ્લોક
અનેક લોકો ગેમ રિક્વેસ્ટ મોકલતા રહે છે. જેનાથી તમે પરેશાન થઈ જાવ છો. આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવાના બે ઓપ્શન છે.
એક તો એપ સેટિંગ્સમાં જઈને એ એપને બ્લોક કરી દો જેના નોટિફિકેનશ નહીં ઇચ્છતા અને બીજું એ વ્યક્તિ તરફથી આવનારા બધા જ એપ રિક્વેસ્ટને બ્લોક કરી દો જેનાથી તમે પરેશાન થઈ જાઓ છો.

4- લોગઇન કરવા ઉપર નોટિફિકેશન મળવા
તમે આ ફિચરથી તમારા એકાઉન્ટને વધારે સિક્યોર કરી શકશો. આ માટે Settingsમાં જાઓ જ્યાં Security ઉપર ક્લિક કરો. અહીંથી લોગઇન કરવાથી નોટિફિકેશનવાળા ફિચરને ઓ કરી દો. Get login alerts whenever someone logs in to your account ને પસંદ પસંદ કરવાથી બ્રાઉઝર, ફોન અથવા રજિસ્ટર્ડ ઇમેલ એડ્રેસ ઉપર લોગઇનના એલર્ટ મળવાના શરૂ થઈ જશે.

5- આલ્બમ શેર કરી શકાય છે
ફેસબુક આલ્બમને શેર પણ કરી શકાય છે. મોટાભાગના લોકોને ખબર નથી કે આ ઓપ્શન હોય છે.  ધ્યાન રહે કે આ આલ્બમ તમારા ફ્રેન્ડ સિવાય તસવીરોમાં ટેગ થયેલા દોસ્તો પણ જોઈ શકે છે.

6- એડવાન્સ ચેટ સેટિંગ
શું તમે કેટલાક લોકો સાથે ફેસબુક ઉપર ચેટ કરવા નથી ઇચ્છતા તો આવું સેટિંગ કરી શકે છે. એવા લોકોને તમે ક્યારે ઓનલાઈન નહીં દેખાવ. ફેસબુક ઉપર જમણી બાજુમાં નીચે તમારું મેસેન્ઝર દેખાશે. જ્યાં તેમે Options પસંદ કરી શકો છો. કોણ કોણ ફ્રેન્ડ સાથે તમને ચેટ કરી શકો છો. અને કોને કોને તમે ઓનલાઇન બતાવવા ઇચ્છોશો.

7-કોણ તમારા Likes જોઈ શકે છે
આપણે મોટાભાગે નવા પેજને લાઇક કરતા રહીએ છીએ. જો તમે ઇચ્છતા હોવ તો લોકો એ નહીં જોઈ શકે કે કયા પેજને લાઇક કર્યું છે. નીચે દેખાતી લિંકમાં YourNameની જગ્યાએ પોતાના ફેસબુક આ પેજ ઉપર પેન્સિલ જેવું દેખાતું આઇકોન ઉપર ક્લિક કરો અને એ પસંદ કરો કે કયા પેજને બતાવવું છે કે નહીં.
Source By : Sandesh

No comments:

Post a Comment