Saturday 4 June 2016

કમ્પ્યૂટરના કી-બોર્ડ પર અક્ષરો આડાઅવળા કેમ હોય છે ?

દુનિયાની અડધા ટકાથી વધુ વસ્તીએ ક્યારેકને ક્યારેક કમ્પ્યૂટર પર કામ કર્યું જ હશે. આમાના કેટલાક તો એવા છે જેઓ રોજ સતત 10થી વધુ કલાક કમ્પ્યુટર પર કામ કરતા હોય છે. પણ યાદ કરો જ્યારે તમે પહેલીવાર કમ્પ્યૂટર જોયુ હશે ત્યારે તમને મનમાં પહેલો વિચાર શું આવ્યો હશે. પહેલો વિચાર એ જ આવ્યો હશે કે સાલ્લુ, આ કમ્પ્યૂટરના કી બોર્ડ પર બધા લેટર્સ લાઈનમાં કેમ નથી? સાચુ ને ?? બધાને જ પહેલો વિચાર આ આવે છે. ત્યારે તમને આ ક્યુરિયસ સવાલનો જવાબ આપી દઈએ.

કમ્પ્યુટરે દુનિયાને ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. તમારી આંગળીઓ જેટલી ઝડપી કીબોર્ડ પર ચાલે છે, તેટલી જ ઝડપે તે સમગ્ર દુનિયામાં સૂચનાઓનું આદાનપ્રદાન કરે છે. પણ, આજે જાણી લો કે, કમ્પ્યૂટરના કીબોર્ડ પર અક્ષરો ઉપર નીચે કેમ હોય છે.


કી બોર્ડનો ઉપયોગ લગભગ રોજ કરાય છે. કી બોર્ડ કે મોબાઈલના કીપેડમાં શરૂઆત અક્ષર QWERTYથી શરૂ થાય છે. ક્રિસ્ટોફર શોલ્સે QWERTYની રૂપરેખા તૈયાર કરી હતી. સૌથી પહેલા 1874મા આવેલ ટાઈપરાઈટરમાં શબ્દોનો ઉપયોગ આવી રીતે જ થતો. તે સમયે તેને રેમિંગ્ટન 1ના નામે ઓળખવામાં આવતું.

જ્યારે શોલ્સ શબ્દોની પદ્ધતિ અને ક્રમનુ નિર્ધારણ કરતા ત્યારે તેમણે જોયું કે, જો ક્રમને સીધી લાઈનમાં મૂકવામાં આવ્યુ તો બટન જામ થઈ રહ્યા હતા. બટન એક પછી એક હોવાથી દબાવવા મુશ્કેલી ઉભી થતી હતી. તે સમયે ટાઈપરાઈટર પર બેકસ્પેસનુ બટન પણ ન હતું.

આ જ કારણ છે કે કીબોર્ડમા QWERTY શબ્દનો ઉપયોગ કરાયો છે. જેથી ટાઈપ કરવામાં આસાની રહે.

કોણ છે ક્રિસ્ટોફર શોલ્સ
ક્રિસ્ટોફર લેથમ શોલ્સ એ અમેરિકન ઈન્વેન્ટર છે. જેમણે ટાઈપરાઈટર અને QWERTY કીબોર્ડની શોધ કરી હતી. આજે પણ આ જ કીબોર્ડ ચાલે છે. તે ન્યૂઝ પેપર પબ્લિશર તથા રાજનીતિક પણ હતા
Source By : Sandesh

No comments:

Post a Comment