Saturday 4 June 2016

મોબાઇલના સીમકાર્ડમાં શું હોય છે ?

📱⚜ *મોબાઇલના સીમકાર્ડમાં શું હોય છે ?* ⚜📱

📱⚜મોબાઇલ ફોન વાયરલેસ સંદેશા આપ-લે કરતું સાધન છે તેમાં ફોનધારકનું સીમકાર્ડ જરૃરી છે.

📱⚜ફોનધારકને તેના ૧૦ આંકડાનો ફોન નંબર આપવામાં આવે છે.

📱⚜સીમકાર્ડ નાનકડી ઇલેક્ટ્રોનિક ચીપ છે તેનું પૂરું નામ *'સબસ્ક્રાઇબર્સ આઇડેન્ટીટી મોડયુલ'* છે.

📱⚜તેમાં ફોન નંબર, માલિકનું નામ, પાસવર્ડ, ભૌગોલિક ડેટા વગેરે સંગ્રહાયેલો હોય છે.

📱⚜સીમકાર્ડનો મુખ્ય હેતુ બીજા ફોન સાથે સંદેશા વ્યવહાર જોડી આપવાનો છે.

📱⚜મોબાઇલ ફોન લઈને ગમે તે સ્થળે જાવ તો પણ તેનું સીમકાર્ડ નજીકના જીએસએસએમ નેટવર્કના ટ્રાન્સમિટર સાથે જોડાયેલું રહે છે.

📱⚜નેટવર્કમાં તેના નંબરની ચકાસણી થાય છે.

📱⚜મોબાઇલ ફોન ઉપર નંબર ડાયલ કરો કે તરત જ નજીકના ટાવરમાં તે સક્રિય થાય છે અને ગ્રાહકે લગાડેલો નંબર શોધીને સેટેલાઇટ દ્વારા જે તે ટાવર સાથે જોડાઈ જાય છે.

📱⚜બે ફોન ઉપર વાતચીત થતી હોય ત્યારે બંને સીમકાર્ડ એકબીજા સાથે જોડાયેલા હોય છે.

No comments:

Post a Comment