Saturday 30 July 2016

મહિલાઓની સુરક્ષા માટે આ છે ખાસ Apps

મહિલાઓની સુરક્ષા માટે આ છે ખાસ Apps

(1 May) આજે અમે તમને જણાવીશું કેટલીક એવી એપ્સ વિશે, જે મહિલાઓ માટે ઘણી ઉપયોગી છે અને તેમની સુરક્ષા માટે ઘણી મદદરૂપ છે. આ એપ્સ મહિલાઓના રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડશે અને તેમની હેલ્પ કરશે તેમજ દરેક કામ સરળ બનાવશે.રેપની ઘટનાથી મહિલાઓની સેફટીની ચિંતા ઘણી વધી ગઈ છે. આ દિશામાં સરકાર અને પોલીસની મદદ સિવાય જાતે પગલા ઉઠાવવા પણ જરૂરી છે. આ કામમાં જો તકનીકી મદદ લેવામાં આવે તો તે ઘણી હેલ્પફૂલ રહેશે. આજે અમે તમને જણાવીશું મહીલાઓની સુરક્ષા સાથે જોડાયેલ કેટલીક એપ્સ વિશે. જાણવા માટે આગળ ક્લિક કરતા રહો.. આ એપ ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ ગેંગરેપની ઘટના પછી ડેવલપ કરવામાં આવી છે. જો આ એપ તમારા મોબાઈલમાં છે, તો કોઇપણ ખતરાના સમયે તેના દ્ધારા તમારા રજીસ્ટર્ડ નંબરો પર મેસેજ જતા રહેતા હોય છે. થોડા જ સમયમાં તમારું જીપીએસ લોકેશન પણ આ નંબરો સુધી જતું રહેશે. એટલું જ નહિ, એપના એકવાર એક્ટિવ થઈ ગયા પછી તે જગ્યાના ફોટો ખેચવાનું પણ શરુ કરી દે છે અને તેને રજીસ્ટર્ડ નંબરો પર મોકલે છો તો, તેની સાથે કલાઉડ પર સેવ પણ કરતો જાય. ત્યારબાદ જો મોબાઈલ ફોન બંધ થઈ જાય અથવા તૂટી જાય તો પણ મોબાઈલમાંથી વિડિયો અને કોલ ડિટેલ મેળવી શકાય છે. આ એપ ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટસને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવી છે, પરંતુ આ એપ બધી મહિલાઓ માટે હેલ્પફુલ સાબિત થઈ શકે છે. કોઇપણ મુશ્કેલીની સ્થિતિમાં બસ એક ટેપ કરતા જ તમારા મિત્રો સુધી મદદનો મેસેજ પહોચી જશે. આ એપ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ એપની મદદથી તમે સંકટની સ્થિતિમાં ફેમિલી મેમ્બર અથવા નજીકના લોકોને એલર્ટ કરી શકો છો. તેમાં ફેમિલી મેમ્બર્સ અથવા નજીકના લોકોના નંબર્સ ફીડ કરવાના હોય છે જે જરૂરીયાત પાડવા પર એક બટન દબાવતા મેસેજ જતો રહેશે. તેની સાથે તમારો કોલ પણ જતો રહેશે. તેનો રિસ્ક મોડ ઓન કરી તમે તમારા જીપીએસ લોકેશનને આપેલા નંબરથી શેર કરી શકો છો. આ એપની સરળતા જ તેની ખાસિયત છે. આ તેજ અવાજ કાઢનાર એપ છે. કોઇપણ પ્રકારનો ખતરો હોવા પર એક બટન દબાવી મહિલાઓની ચીસ જેવો તેજ અવાજ કરી શકો છો. આ અવાજ આસાપાસના લોકોને એલર્ટ કરી દે છે. આ એપ મહિલાઓની સુરક્ષાને એક ખાસ રીતે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પોતાના વિસ્તારની એવી જગ્યાઓ વિશે માહિતી આપે છે, જે મહિલાઓની દ્રષ્ટિએ સેફ નથી. લોકો આ એપ પર તે જગ્યાના ફોટા શેર કરી શકે છે અને તેને સેફટીની દ્રષ્ટિએ રેટ કરી શકે છે. એપ તે પણ જાણવામાં મદદ કરે છે કે, કઈ જગ્યા રાત્રે અથવા દિવસે સુરક્ષિત નથી. ફોનના પાવર બટનને દબાવી તેને એક્ટિવ કરી શકાય છે, જેનાથી ઈમરજન્સી માટે પહેલાથી નક્કી કોન્ટેક્ટસની પાસે "I am in danger. I need help. Please follow my location" અપડેટેડ લોકેશનની સાથે દર ૨ મિનિટ પર મેસેજ જતા રહેશે. આ એપ પણ લોકેશન ટ્રેક કરે છે. પેનિક એલાર્મ બટનને દબાવવા પર ઈમરજન્સી કોન્ટેક્ટસની પાસે ૧ મિનિટના રેકોર્ડિંગની સાથે તમારા લોકેશનની માહિતી જતી રહેશે. "Record Any Incident" ફિચર એપના ફેસબુક પેજ પર ફોટા અપલોડ કરી દે છે. પહેલાથી નક્કી ઈમરજન્સી કોન્ટેક્ટસની પાસે થોડા-થોડા સમય પર જીપીએસ લોકેશનની સાથે SMS એલર્ટ જતું રહે છે. ફોન પર કોઈનું ધ્યાન નાં જાય, તેના માટે તે દરમિયાન ફોનમાંથી કોઈ અવાજ આવતો નથી અને સ્ક્રીનની બ્રાઈટનેશ પણ ઓછી રહે છે. તેમાં એપ વગર જાઓ તો માત્ર વોલ્યુમ બટન દબાવવાથી તમારું લોકેશન ઇમરજન્સી કોન્ટેક્ટસ પાસે જતું રહેશે. જ્યાં મોબાઈલ ઇન્ટરનેટ નાં હોય, ત્યાં ૧૦૦ નંબર પર કોલ જતો રહેશે અને SMS પણ જતા રહેશે. આ એપ ચીસો પાડવાના ખતરાને સિગ્નલ તરીકે લે છે અને ઈમરજન્સી
કોન્ટેક્ટસને લોકેશન અને ટેક્સ્ટ મેસેજ મોકલે છે.
Source by : Vishvagujarat.com

E-Mail ને હેકર્સથી સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આદતો

1. ઈ-મેઈલ હેકિંગ ૨૧મી સદી એટલે ડિજીટલનો જમાનો.

આજની જનરેશન રોજીંદા જીવનમાં અવાર-નવાર નવા સંશોધન તેમજ મનોરંજન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તેમાં ઘણા અંશે સફળતા મળે છે પણ સાથે-સાથે હેકિંગનું જોખમ પણ વધ્યું છે. પોતાના E-Mail ને હેકર્સથી કેવી રીતે સુરક્ષિત રાખવા માટે કેટલીક આદતો જરૂરથી અપનાવવી જોઈએ તમારે..

2. ઈ-મેઈલ હેકિંગ ઈ-મેઈલ એડ્રેસ કોઈ પણ ઓનલાઈન દુનિયાનો સૌથી મહત્વનો ભાગ છે. બધી જાણકારી, પાસવર્ડ, બેંકના ટ્રાન્ઝેક્શન અને સ્ટેટમેંટ, ક્રેડિટકાર્ડની જાણકારી અને સોશિયલ મીડિયા નોટિફિકેશન બધા એ-મેઈલ પર જ હોય છે. તેને એકબીજાથી અલગ કરીને રાખવું ઘણું જ જરૂરી છે કારણ કે, જો કોઈ તમારું ઈ-મેઈલ હેક કરી લેશે તો તમારા માટે મોટી સમસ્યા ઉભી થઇ જશે. તે માટે ઈ-મેઈલ પર કામ કરતી સમયે સુરક્ષાની કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ આદતોને તમે અપનાવશો તો તમારા માટે ઓનલાઈન સુરક્ષા શ્રેષ્ઠ કરી શકશો.

3. ઈ-મેઈલ હેકિંગ એકથી વધારે ઈ-મેઈલ એકાઉન્ટ હંમેશા એકથી વધારે ઈ-મેઈલ અકાઉન્ટ રાખવા જોઈએ, તેનાથી તમે અલગ કામ કરવા માટે અલગ ઈ-મેઈલ રાખી શકશો. ક્યારેય પણ પોતાના પર્સનલ ઈ-મેઈલ આઈડી દરેક લોકોને આપો. આ માત્ર તમારા કેટલાક ભરોસાપાત્ર લોકો કે કલીગને જ આપો. જો તમારું પર્સનલ ઈ-મેઈલ પર તમે ન ઈચ્છતા હોય તેવા ઘણા બધા લોકો હોય તો તેણે સંભાળવું મુશ્કેલ થઇ જાય છે, તેથી અલગ અલગ ઈ-મેઈલ રાખવું જરૂરી છે. ક્યારેક જો આ નોટિફિકેશન ખોટા વ્યક્તિના હાથમાં આવી ગયું તો હેકર્સ એક જ પાસવર્ડ લગાવીને તમારું અકાઉન્ટ ચેક કરી શકે છે.

4. ઈ-મેઈલ હેકિંગ લિંક સિક્યોર લિંક સિક્યોર રાખવી ઘણી જ જરૂરી છે સુરક્ષા માટે તે ખતરનાક બની શકે છે જો તમારી લિંક સિક્યોર નથી તો ઓનલાઈન દુનિયામાં એવી ભૂલો હેકર્સ માટે વરદાન સાબિત થાય છે. જેની મદદથી તેઓ ઈ-મેઈલ એકાઉન્ટ હેક કરી શકે છે. ઈ-મેઈલમાં આવતી લિંકને ક્યારેય જલ્દી જલ્દીમાં ક્લિક ન કરવી જોઈએ. કેટલીક વખત મિત્રો અજાણતા અથવા તો મસ્તીમાં એવી લિંકો મોકલી દે છે જેના પર ક્લિક કરવાથી તમારી લિંક સિક્યોર રહેતી નથી. તેથી જ્યાં સુધી કોઈ પણ લિંક પર વિશ્વાસ કરવો બેવકૂફી કહી શકાય છે.

5. ઈ-મેઈલ હેકિંગ કોમન પાસવર્ડ ઘણી વખત લોકો એવી નાની અને કોમન ભૂલો કરી બેસે છે. જેમકે, બધા જ એકાઉન્ટનો કોમન પાસવર્ડ રાખવો. તમારૂ બેન્કિંગ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ કે પછી કોમર્શિયલ સાઈટ એકાઉન્ટ હોય બધાનો એક જ કોમન પાસવર્ડ ન રાખવો જોઈએ. કોમન પાસવર્ડ રાખવાની એક નાની ભૂલ તમને બહુજ ભારે પડી શકે. જો તમારા એક પાસવર્ડની જાણ હેકર્સને થાય છે તો હેકર્સ તમારા બીજા એકાઉન્ટને હેક્લ કરવા માટે સૌ પહેલા તે જ પાસવર્ડનો ઉપયોગ કરશે અને જો તમારા બધા જ એકાઉન્ટમાં કોમન પાસવર્ડ હશે તો તમારું અકાઉન્ટ સરળતાથી હેક થઇ જશે.

6. ઈ-મેઈલ હેકિંગ પબ્લિક વાઈ-ફાઈ જઓ તમે ક્યાંય પણ પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ઘણું જ જોખમ ભર્યું સાબિત થઇ શકે છે. બને ત્યાં સુધી પબ્લિક વાઈ-ફાઈ દ્વારા ઈ-મેઈલનો ઉપયોગ કરવાનું ટાળો, પણ જો બહુજ જરૂરી છે તો પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો પરંતુ કોઈ પણ ફાઈલ ડાઉનલોડ ના કરો. 7. ઈ-મેઈલ હેકિંગ પબ્લિક વાઈ-ફાઈથી જો કનેક્ટ થવું જરૂરી બને તો પોતાના પર્સનલ ઈ-મેઈલને લોગ આઉટ કરીને તેનો ઉપયોગ કરો. પરંતુ જો થોડી જ મિનીટ્સ માટે ડેટા સર્વિસીસ ઉપયોગ નહી કરવાથી સુરક્ષા રહે છે તે શ્રેષ્ઠ છે.
Source by: Vishvagujarat.

ગૂગલ ભારતમાં મોબાઈલ ડેવલોપર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

ભારત સરકારના સ્કિલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સર્ચ કંપની ગૂગલે એન્ડ્રોઈડ સ્કિલિંગ સર્ટિફિરેશન પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામની મદદથી ભારતને મોબાઈલ ડેવલોપર્સ હબ બનાવી શકાશે. પ્રોગ્રામ દ્વારા લગભગ 20લાખ મોબાઈલ ડેવલોપરને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્ય છે. આ પ્રસંગે ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ સીજર સેનગુપ્તાએ કહ્યું કે, ભારત 2018 સુધી 40 લાખ ડેવલોપર્સ સાથે સૌથી વધારે ડેવલોપર ધરાવતો દેશ બની જશે. આજની તારીખમાં ભારત પાસે લગભગ 1 અરબ યૂઝરને કંઈ નવો ઈન્ટરનેટ અનુભવ આપવાની સંભાવના છે. ગૂગલે એન્ડ્રોઈડ ફંડામેંટલ્સ પર ટ્રેનર્સ તૈયાર કરીને ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરી છે. જેના દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. દરેક સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટી ઉપરાંત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ટ્રેનિંગ ઈંસ્ટીટ્યૂટમાં આ કોર્સ મફતમાં ઉપલબ્ધ હશે. કોર્સને 18 જુલાઈથી શરૂ કરવામાં આવશે. ગૂગલે આ સાથે એસોસિયેટ એન્ડ્રોઈડ ડેવલોપર સર્ટિફિકેશન પરીક્ષાની ઘોષણા કરી છે. તેની મદદથી વિદ્યાર્થીઓ શરૂઆતમાં એન્ડ્રોઈડ ડેવલોપર તરીકેની નોકરી મેળવી શકશે. આ માટે ટ્રેનિંગ પછી તમારે ગૂગલ ડેવલોપર ટ્રેનિંગ વેબસાઈટ પર લોગઈન કરવું પડશે. Source by:Sandesh

Friday 8 July 2016

બાળકોના ઊંચા સંસ્કાર

1990 ની ઘટના
બાળકોના ઊંચા સંસ્કાર માટે બાળકોને અચૂક વંચાવો-સંભળાવો.
આસામથી બે છોકરીઓ રેલવેમાં ભરતી થવા ગુજરાતમાં આવવા ટ્રેનમાં બેસે છે. તેઓએ આગળ જતાં ટ્રેન બદલવાની હતી. તેઓએ સ્ટેશને ઉતરીને જલદી જલદી પોતાની ટ્રેન સોધીને રીઝર્વેશન ચાર્ટ જોયો, તો તેમની ટિકિટ કનફોમ ન હતી. બંને ગભરાઈ ઞઇ. હળબળીમાં ટ્રેનમાં તો ચડી ગઈ. ગાડી ફુલ હતી. જેમ તેમ એક જગ્યા મળી. સામે બે યુવાન પુરુષ બેઠા હતા તે આ છોકરીઓની હળબળી ગભરાટ જોઇ રહ્યા હતા. એક તો આગળની ટ્રેનમાં છોકરાઓ સામે મોટી રકઝક થઈ હતી. અને આ અજાણ્યા વિસ્તારમાં આવી રીતે યુવાન છોકરાઓનું નિરીક્ષણ કરતા જોઇને વધારે ગભરાઈ ગઈ. ગાડીમાં કયાંય જગ્યા ન હતી તેથી બીજે ક્યાંય જઇ શકાય તેમ ન હતું. તેવામાં ટી. ટી. એ આવીને જણાવ્યું કે આ સીટનું રીઝર્વેશન છે તેથી ખાલી કરો. હવે શું કરવું ? આગળનું સ્ટેશન આવે છે ત્યારે આ બંને યુવાનો ઊભા થઈને હળવેથી ચાલ્યા જાય છે. ખાલી સીમમાં બંને છોકરીઓ ગોઠવાઈ જાય છે. ટ્રેન સ્ટેશનથી ઊપડી જાય પછી પહેલા યુવાનો પાછા આવે છે. છોકરીઓ બંને સીટમાં સુતાં સુતાં ગભરાટમાં ને ગભરાટમાં ચુપચાપ જોવે છે. બંને યુવાનો કાંઇ પણ બોલ્યા વગર ત્યાં નીચે સુઇ જાય છે. છોકરીઓને ફારમાં ને ફારમાં ઊંઘ આવી જાય છે. સવારે ચા વાળાના અવાજ સાંભળીને ઊંઘ ઊડી જાય છે. ત્યારે છોકરીઓને બધી વાત સમજાય જાય અને ધન્યવાદ માને છે. બંને યુવાનોમાંથી એક યુવાન બોલે છે બહેનો આગળ કોઈ જરૃરિયાત પડે તો કહેજો. છોકરીઓએ બુક કાઢી અને નામ તથા સરનામું લખી આપવા કયું. બુકમાં નામ- સરનામા લખ્યાં અને ચાલ્યા ઞયા. બુકમાં નામ હતાં એક નરેન્દ્ર મોદી અને બીજા શંકરસિંહ વાઘેલા.
પહેલી છોકરીઓમાંથી એક હાલમાં
General Manager of the centre for railway information system Indian railway New Delhi માં નોકરી કરે છે.
આ લેખ The Hindu અંગ્રેજી પેપર પેજ નં 1 ઉપર The train journey and two names to remember ના નામથી તા. 1-6-2014 ના છપાયેલ છે.
આપણા બાળકોના ઉત્તમ સંસ્કાર માટે આ લેખ બાળકોને સાથે બેસીને રૃબરૃ વાંચો વંચાવો.
અને છેલ્લે.......
આપણે બધાએ પહેલી વખત વડાપ્રધાની પસંદગીમાં કોઈ ભૂલ નથી કરી.