Thursday 9 June 2016

ડિલેટ થઈ ગયેલા નંબર પાછા મેળવવા ની ટિપ્સ

આજના સમયમાં નાના બાળકોને પણ એન્ડ્રોઈડ ફોન જ પસંદ કરતાં હોય છે. તેમને સાદા મોબાઈલ તો ગમતા પણ હોતા નથી. જો કે તેમને ગેમ રમવામાં સોથી વધારે રસ હોય છે. પરંતુ કયારેક ભૂલમાં તેઓ ફોનમાં રહેલા કોન્ટેકેટ ડિલીટ કરી નાખે છે. તો ક્યારેક આપણા ખુદથી પણ કોન્ટેક ડિલીટ થઈ જતા હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે ફોનમાં રહેલ કોન્ટેક્ટ સૌથી મહત્વના હોય છે. તેથી કોન્ટેકટ ડિલીટ થઈ જતાં તમારા ઘણા બધા કામો અટકી પડતા હોય છે. જો તમારા સાથે પણ ક્યારેક આવું થાય તો આ રીતે તમે તમારાં ફોનનાં ડિલીટ કોન્ટેકેટને તરત જ પાછાં મેળવી શકશો.

આ ટિપ્સથી મળી જશે તમને તમારા ડિલેટ થયેલ નંબર

સૌ પ્રથમ તમારાં કોમ્પયૂટરમાં એન્ડ્રોઇડ ડેટા રિક્વરી સોફ્ટવેર ડાઉનલોડ કરો અને ઇન્સટોલ કરો. ત્યાર બાદ USB કેબલની મદદથી તમારાં સ્માર્ટફોનને પીસી સાથે કનેક્ટ કરો. તે વખતે તમારો ફોન ઓછામાં ઓછો 50 ટકા જેટલો ચાર્જ થયેલો હોવો જોઈએ. જે પછી તમારાં ફોનના USB ડિબગિંગ ઓપ્શન ઓન કરવાનું રહેશે. જેના માટે સેટિંગ્સમાં જઇને ડેવલપર ઓપ્શન પર ક્લિક કરો અને યુએસબી ડિબગિંગ પર ક્લિક કરો.

આટલું કર્યા બાદ તમને તમારાં પીસીમાં ફોનમાંથી ડિલીટ થયેલી ફાઇલ્સ જોવા મળશે. જેમાં કોન્ટેક્ટ, ફોટો, વીડિયોના તમામ ડેટા મળી શકે છે. જેના પછી સ્કેન ડિલીટ ફાઇલ્સ અને ઓલ ડિલીટ ફાઇલ્સ જેવા બે ઓપ્શન આપવામાં આવશે. જેમાંથી તમારા સ્કેન ડિલીટ ફાઇલ્સનું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સ્કેનિંગ સમાપ્ત થયા પછી તમે તમામ ડિલીટ થયેલા કોન્ટેક્ટને તમારાં પીસીની સ્ક્રીન પર જોઇ શકશો. હવે તમે જે ફાઇલને સેવ કરવા માંગો છો તેને તમે સિલેક્ટ કરી તેને સેવ કરી શકશો.

Source by : sandesh

No comments:

Post a Comment