Wednesday 8 June 2016

હવે ફ્લિપકાર્ટ માંથી ખરીદી કરતાં પહેલા વાંચી લો આ મહત્વ ની બાબત

આજે  ઓનલાઈન  શોપિંગ નો ક્રેજ દીવસે દીવસે વધતો જય છે ત્યારે, જો તમે ઓનલાઈન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટ ઉપરથી સામાન ખરીદો છો તો જરા સાવધાન થવાની જરૂરત છે.
 કેમ કે, ફ્લિપકાર્ટ હવે ટોપ સેલિંગ પ્રોડક્ટ માટે પોતાની પોલિસી બદલી નાંખી છે.

 પહેલા આ વેબસાઈડ ઉપર સામાન ખરીદયા પછી 30 દિવસની અંદર પાછો આપવાનો સમય મળતો હતો. પરંતુ કંપનીએ તેમાં ઘટાડો કરતાં માત્ર 10 દિવસ કરી દીધા છે.

ક્યા કારણે પોલિસીમાં કર્યો બદલાવબધી જ ઓનલાઈન કંપનીઓ ગ્રાહકોને સામાન પાછો આપવાનો ઓપ્સન આપે છે.

જેના કારણે લોજિસ્ટિક્સ લેવલ ઉપર તેમની સમસ્યા વધી ગઈ છે. ગ્રાહક વસ્તુ પાછી આપે છે તેવામાં સેલર્સનો પણ ખર્ચો વધી જાય છે. રિટર્ન થયેલ વસ્તુનો ખર્ચ પણ કંપનીને ઉઠાવવો પડે છે.

કઈ વસ્તુઓ પર લાગૂં કરવામાં આવી પોલીસીફ્લિપકાર્ટની 10 દિવસની પોલિસી ઈલેક્ટ્રોનિક્સ, બુક્સ અને મોબાઈલ જેવી વસ્તુઓ ઉપર લાગું કરવામાં આવશે.

30 દિવસની રિટર્ન પોલિસી માત્ર કપડા, ફુટવિયર, વોચ એન્ડ આઈવિયર, જવેલર્સ, ફેશન જેવી વસ્તુઓ ઉપર શરૂ રાખવામાં આવશે.

Source by : sandesh

No comments:

Post a Comment