Sunday 12 June 2016

ઇઝરાયલ દેશ ની અગત્ય ની બાબતો

"ઇઝરાયલ દેશ સાથે જોડાયેલ અજીબોગરીબ facts, જેણે વાંચીને તમને મજા આવશે!"


ઇઝરાયલ દક્ષિણ પશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. ઇઝરાયલ શબ્દનો પ્રયોગ ‘બાઈબલ’ થી અને તેના પહેલાથી થાય છે. બાઈબલ અનુસાર ઈશ્વરના ફરિશ્તા (દૂતો) સાથે યુદ્ધ લડ્યા બાદ ‘જેકબ’ નું નામ ઇઝરાયલ રાખવામાં આવ્યું છે.

ઇઝરાયલ ચારે તરફથી દુશ્મન દેશોથી ધેરાયેલ છે અને આ દુશ્મન દેશ એવા પણ છે કે ઇઝરાયલને કોઇપણ રીતે ખતમ કરી નાખવા ચાહે છે. પરંતુ ઇઝરાયલથી તેના શત્રુ દેશ ઘભરાય છે, ઇઝરાયેલ નહિ.

* ઇઝરાયલ દુનિયાનો એક માત્ર યહૂદી રાષ્ટ્ર છે તથા ઇઝરાયલની એ નીતિ છે કે સમગ્ર દુનિયામાં જો કોઈ પણ, કોઈ જગ્યાએ યહૂદી રહેતો હોય તો તે ઇઝરાયેલનો નાગરિક માનવામાં આવે છે.

* તમને જાણીને નવાઈ લાગશે કે ઇઝરાયલમાં ફક્ત 40 જ પુસ્તકની દુકાનો છે. અહી દરેક વ્યક્તિને સરકાર જ બુક પૂરી પાડે છે. ઇઝરાયલમાં છપાતી કોઇપણ બુકની એક કોપી 'જ્યુઇશ (યહૂદી) નેશનલ યુનિવર્સિટી' ની લાઈબ્રેરીમાં રાખવામાં આવે છે.



* ઇઝરાયલ દુનિયાના એ નવ દેશોમાં શામેલ છે, જેની પાસે પોતાની સેટેલાઈટ સીસ્ટમ છે. જેનો ઉપયોગ તે ડ્રોન ચલાવવા માટે કરે છે. ઇઝરાયલ પોતાની સેટેલાઈટ સીસ્ટમને કોઈની સાથે શેર નથી કરતુ. (ભારત આમાં ઇઝરાયલ કરતા આગળ છે)

* ઇઝરાયલની મુદ્રા ‘નવી ઇઝરાયલી શેકેલ’ છે.

* ઇઝરાયલ વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓને આશ્રય પૂરો પાડનાર દેશ છે. દુનિયાભરના યહૂદીઓને જન્મ લેતા જ ઇઝરાયલની નાગરિકતા મળી જાય છે. એ જયારે ચાહે ત્યારે ત્યાં જઈને વસી શકે છે.

* શ્રી નરેન્દ્ર મોદી ભારતના એવા પહેલા પ્રધાનમંત્રી છે જેમણે ઇઝરાયલની યાત્રા કરી હતી.

* જેરૂસલેમ ઇઝરાયલની રાજઘાની છે.



* ઇઝરાયલ ક્યારેય કોઈ દેશ કે સંગઠનને એ નથી કહેતો કે અમારા દેશમાં આંતકવાદી ઘટનાઓ અને હુમલો ન કરો.... પરંતુ ઇઝરાયેલની સીધી સાદી પોલીસી છે કે જો કોઈએ અમારા દેશના એક નાગરિકને માર્યો તો અમે તે દેશમાં ધુસીને તેના 1000 નાગરિકોને મારી નાખશું.

* ઇઝરાયલની બે અધિકારીક ભાષા છે, હીબ્રુ અને અરબી.

* ઇઝરાયલ વિષે એક વિચિત્ર તથ્ય છે કે ઇઝરાયલે આજ સુધી તેના કોઇપણ દુશ્મનોને જીવિત નથી છોડ્યા. ઇઝરાયલ પર હુમલો કરનાર બધા દુશ્મનોનું મૃત્યુ નિશ્ચિત છે.




* મધ્ય પૂર્વ દેશોમાંથી ઇઝરાયલ એકમાત્ર લિબરલ (ઉદાર) લોકશાહી દેશ છે.

* ઇઝરાયલના બધા જ વિદ્યાર્થીઓ, છોકરો હોય કે છોકરીને હાઇ-સ્કુલનું ભણતર પૂર્ણ કર્યા બાદ ફરજિયાત ‘મિલેટ્રી સર્વિસ’ જોઈન કરવી પડે. આ સર્વિસનો પીરિયડ (અવધિ, સમય) છોકરાઓ માટે ત્રણ વર્ષ અને છોકરીઓ માટે 2 વર્ષનો હોય છે.

* ઇઝરાયલ એક નાનો દેશ છે, જે ડિઝર્ટ (રણ) ને અડીને આવેલો છે. અહીની કુલ વસ્તી લગભગ 70 લાખ છે.

* ઇઝરાયલ ઘરેલું કોમ્પ્યુટર ઉપયોગ કરવામાં દુનિયામાં પહેલા નંબરે છે. દુનિયામાં પહેલો ફોન મોટોરોલા કંપની એ ઇઝરાયલ જ બનાવ્યો હતો. તથા માઈક્રોસોફ્ટ માટે પહેલી પેંટીયમ ચીપ ઇઝરાયલમાં જ બની હતી. ઉપરાંત પહેલી વોઈસ મેલ ટેકનીક ઇઝરાયલ માં વિકસિત થઇ હતી.

* જો ઇઝરાયલની વાયુસેનાની વાત કરવામાં આવે તો ઇઝરાયલી એર ફોર્સ વિશ્વની ચોથા ક્રમની એર ફોર્સ છે. આ વાયુસેના એટલી શક્તિશાળી છે કે અમેરિકા અને રશિયા જેવા દેશો પણ આનાથી ડરે છે.


* ઇઝરાયલના જન્મથી અનેક મુસ્લિમ રાષ્ટ્રો આના શત્રુ રહ્યા, જેના કારણે આ અત્યાર સુધી સાત મોટી લડાઈઓ લડી ચુક્યું છે. તથા એકવાર તો આના ઉપર સાત દેશોએ મળીને હુમલો કર્યો હતો. જોકે, આ યુદ્ધમાં ઇઝરાયલને જ જીત મળી હતી.

* ભારતનો પ્રથમ નંબરનો દુશ્મન દેશ પાકિસ્તાન પણ ઇઝરાયલને કેટલી નફરત કરે છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દરેક પાકિસ્તાની પાસપોર્ટ પર શુદ્ધ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયલને છોડીને કોઇપણ રાષ્ટ્રમાં માન્ય છે.

* ઇઝરાયલ આખી દુનિયામાં સૌથી વધુ હીરાની કટિંગ અને પોલિશ કરે છે. અહી આખી દુનિયાના હીરાનો હોલ સેલ થાય છે.

* દુનિયાની સૌથી નાની બાઈબલ ઇઝરાયલમાં બનેલ છે જે ફક્ત 4.16 મિલિમીટર લાંબી અને પહોળી છે.

No comments:

Post a Comment