Tuesday 20 December 2016

કોઈપણ અજાણી વ્યક્તિને શોધી કાઢે છે આ એપ

ફાઈન્ડ ફેસ


આજકાલ રશિયામાં એક એપ્લિકેશન ખૂબ પોપ્યૂલર થઈ રહી છે. આ એપમાં તમે કોઈ પણ અજાણી વ્યક્તિનો ફોટો એપલોડ કરીને સોશિયલ નેટવર્ક પર રહેલી આ વ્યક્તિની બધી જાણકારી મેળવી શકો છો. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ એપથી મળતા 70 ટકા પરિણામ સાચા હોય છે.


ફેસ ડિટેક્શન માટે 100 નવા એલ્ગોરિધમ

આ એપ્લિકેશનનું નામ "ફાઈન્ડ ફેસ" છે જેને રશિયાના બે યુવાનો (આર્ટન કુકારૈંકા અને એલેક્ઝાન્ડર કૈબાકોવ)એ બનાવી છે. એક રિપાર્ટ અનુસાર આ બંને યુવાનોએ પોતાની એપમાં ફેસ ડિટેક્શન માટે 100 નવા એલ્ગોરિધમ ઉમેર્યા છે.


યુનિવર્સિટી ઓફ વોશિંગટનમાં યોજાયેલા મેગાફેસ ચેલેન્જમાં આ એપે 1 મિલિયન લોકોમાંથી 73.3 ટકા લોકોના ચહેરાની સાચી ઓળખાણ કરીને ખૂબ લોકપ્રિયતા મેળવી છે.

બે મહીનામાં 5 લાખની વધારે ડાઉનલોડ

માત્ર બે મહીના પહેલા લોન્ચ થયેલી આ એપ્લિકેશનને રશિયામાં 5 લાખથી પણ વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપમાં અત્યાર સુધીમાં 3 મિલિયનથી પણ વધારે સર્ચ કરવામાં આવી ચૂક્યા છે.

Source by: Sandesh 

No comments:

Post a Comment