Wednesday 21 December 2016

સાવધાન! હેકર્સ આ રીતે ચોરે છે તમારા ATM કાર્ડની ગુપ્ત માહિતી


1. હેકર્સ આ રીતે ચોરે છે તમારા ATM કાર્ડની માહિતીડેબિટ અને ક્રેડિટ કાર્ડથી છેતરપીંડી આજકાલ સામાન્ય વાત થઇ છે. જો તમે પોતાના ATM કાર્ડનાં પીન અને પાસવર્ડ હેકર્સથી બચવા માંગો છો તો કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર છે. આગળની સ્લાઈડમાં ક્લિક કરો અને જાણો કઈ-કઈ રીતે ડેબિટ/ક્રેડિટ કાર્ડની જાણકારી હેક કરી શકાય છે.


2. સ્કીમિંગજ્યારે કાર્ડ સ્વાઇપ થાય છે ત્યારે હેકર્સ ડેટા સ્કીમિંગ ડિવાઈસનો ઉપયોગ કરીને ઇન્ફોર્મેશન કોપી કરી લે છે.કાર્ડ રીડર સ્લોટમાં ડિવાઈસ લગાવીને મેગ્નેટિક સ્ટ્રીપથી ઇન્ફોર્મેશન કોપી કરી લે છે. સ્કીમર ફ્રોડ કરી શકાય તેવા નકલી કાર્ડ તૈયાર કરે છે. તે સિવાય પીન હાંસલ કરવા માટે મશીન નજીક કેમરા પણ લગાવવામાં આવે છે.

3. કાર્ડ ટ્રેપિંગજ્યારે તમે મશીનમાં કાર્ડ ઇન્સર્ટ કરો છો, તો તેમાં એક બાર્બ લગાવવામાં આવે છે, જે કાર્ડને રોકી રાખે છે.ફ્રોડ કાર્ડ રીડર મશીનમાં કોઈ પ્લાસ્ટિક ડિવાઈસ અથવા બાર્બ ફીટ કરી દે છે. જેનાથી કાર્ડ ફસાઈ જાય છે.

4. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનઈ-શોપિંગ અને ઓનલાઈન બીલ પેમેન્ટ દરમિયાન ક્રેડિટ કાર્ડને સેફ બનાવી રાખવા માટે વધારે સતર્ક રહેવાની જરૂર છે. ઓનલાઈન અથવા ઈ-શોપિંગથી કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર આઇડેન્ટિટી ચોરી થવાનું જોખમ વધી જાયછે.

5. ફોર્મિંગઆ ટેકનીકમાં કોઈ હેકર્સ તમને કોઈ પણ ઓરીજીનલ વેબસાઈટ જેવી જ દેખાતી કોઈ ફેક વેબસાઈટ પર લઇ જવાની કોશિશ કરે છે. તેથી જ જો તમે ટ્રાન્ઝેક્શન કરો છો અથવા તો ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો પણ કાર્ડ ડીટેલ ચોરી કરી શકાય છે.

6. કી સ્ટ્રોક લોગીંગતમે ક્યારેક અજાણતા એવા સોફ્ટવેર ડાઉનલોડ કરી લે છે,જે હેકર્સને તમારા કી સ્ટ્રોકને ટ્રેસ કરવા દે છે. આપ્રકારનાં હેકર્સ પાસવર્ડ અને નેટ બેંકિંગ ડીટેલ ચોરી કરી લે છે.

7. પબ્લિક વાઈ-ફાઈજો તમે મોટેભાગે ટ્રાન્ઝેક્શન પોતાના સ્માર્ટફોનથીકરો છો, તો પબ્લિક વાઈ-ફાઈ તમારા ડીટેલ ચોરી કરવા માટે આ હેકર્સને મોકો આપી શકે છે.

8. માલવેરઆ એક ખતરનાક સોફ્ટવેર છે, જે એટીએમ અથવા બેંક સર્વિસથી કોમ્પ્યુટર સિસ્ટમને ડેમેજ કે હેકર્સને કાર્ડની ખાનગી જાણકારી આપવામાં મદદ કરે છે.

9. પોઈન્ટ ઓફ સેલ થેફ્ટઆ ચોરી સૌથી સામાન્ય રીત છે. સેલ્સમેન તમારા કાર્ડ સ્વાઇપ કરવા માટે લે છે અને મેગ્નેટિક સ્ટ્રીપથી કાર્ડની ઇન્ફોર્મેશન કોપી કરીને ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

10. ફિશિંગ એન્ડ વિશિંગફિશિંગમાં સ્પામ મેઈલ્સ દ્વારા આઇડેન્ટિટી ચોરી કરવાની કોશિશ કરે છે. આ સ્પામ તમને કોઈ પ્રમાણિક સોર્સથી આવેલ હોય તેવું જ લાગે છે. વિશિંગમાં મોબાઈલફોન્સ પર મેસેજ મોકલીને આ રીત અપનાવવામાં આવે છે, આ પ્રકારની ટ્રીક્સમાં તમારા પાસવર્ડ, પીન અથવા અકાઉન્ટ નંબર જાણવા માટે ફસાવવાનાં આવે છે.


No comments:

Post a Comment