Saturday 30 July 2016

મહિલાઓની સુરક્ષા માટે આ છે ખાસ Apps

મહિલાઓની સુરક્ષા માટે આ છે ખાસ Apps

(1 May) આજે અમે તમને જણાવીશું કેટલીક એવી એપ્સ વિશે, જે મહિલાઓ માટે ઘણી ઉપયોગી છે અને તેમની સુરક્ષા માટે ઘણી મદદરૂપ છે. આ એપ્સ મહિલાઓના રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડશે અને તેમની હેલ્પ કરશે તેમજ દરેક કામ સરળ બનાવશે.રેપની ઘટનાથી મહિલાઓની સેફટીની ચિંતા ઘણી વધી ગઈ છે. આ દિશામાં સરકાર અને પોલીસની મદદ સિવાય જાતે પગલા ઉઠાવવા પણ જરૂરી છે. આ કામમાં જો તકનીકી મદદ લેવામાં આવે તો તે ઘણી હેલ્પફૂલ રહેશે. આજે અમે તમને જણાવીશું મહીલાઓની સુરક્ષા સાથે જોડાયેલ કેટલીક એપ્સ વિશે. જાણવા માટે આગળ ક્લિક કરતા રહો.. આ એપ ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ ગેંગરેપની ઘટના પછી ડેવલપ કરવામાં આવી છે. જો આ એપ તમારા મોબાઈલમાં છે, તો કોઇપણ ખતરાના સમયે તેના દ્ધારા તમારા રજીસ્ટર્ડ નંબરો પર મેસેજ જતા રહેતા હોય છે. થોડા જ સમયમાં તમારું જીપીએસ લોકેશન પણ આ નંબરો સુધી જતું રહેશે. એટલું જ નહિ, એપના એકવાર એક્ટિવ થઈ ગયા પછી તે જગ્યાના ફોટો ખેચવાનું પણ શરુ કરી દે છે અને તેને રજીસ્ટર્ડ નંબરો પર મોકલે છો તો, તેની સાથે કલાઉડ પર સેવ પણ કરતો જાય. ત્યારબાદ જો મોબાઈલ ફોન બંધ થઈ જાય અથવા તૂટી જાય તો પણ મોબાઈલમાંથી વિડિયો અને કોલ ડિટેલ મેળવી શકાય છે. આ એપ ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટસને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવી છે, પરંતુ આ એપ બધી મહિલાઓ માટે હેલ્પફુલ સાબિત થઈ શકે છે. કોઇપણ મુશ્કેલીની સ્થિતિમાં બસ એક ટેપ કરતા જ તમારા મિત્રો સુધી મદદનો મેસેજ પહોચી જશે. આ એપ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ એપની મદદથી તમે સંકટની સ્થિતિમાં ફેમિલી મેમ્બર અથવા નજીકના લોકોને એલર્ટ કરી શકો છો. તેમાં ફેમિલી મેમ્બર્સ અથવા નજીકના લોકોના નંબર્સ ફીડ કરવાના હોય છે જે જરૂરીયાત પાડવા પર એક બટન દબાવતા મેસેજ જતો રહેશે. તેની સાથે તમારો કોલ પણ જતો રહેશે. તેનો રિસ્ક મોડ ઓન કરી તમે તમારા જીપીએસ લોકેશનને આપેલા નંબરથી શેર કરી શકો છો. આ એપની સરળતા જ તેની ખાસિયત છે. આ તેજ અવાજ કાઢનાર એપ છે. કોઇપણ પ્રકારનો ખતરો હોવા પર એક બટન દબાવી મહિલાઓની ચીસ જેવો તેજ અવાજ કરી શકો છો. આ અવાજ આસાપાસના લોકોને એલર્ટ કરી દે છે. આ એપ મહિલાઓની સુરક્ષાને એક ખાસ રીતે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પોતાના વિસ્તારની એવી જગ્યાઓ વિશે માહિતી આપે છે, જે મહિલાઓની દ્રષ્ટિએ સેફ નથી. લોકો આ એપ પર તે જગ્યાના ફોટા શેર કરી શકે છે અને તેને સેફટીની દ્રષ્ટિએ રેટ કરી શકે છે. એપ તે પણ જાણવામાં મદદ કરે છે કે, કઈ જગ્યા રાત્રે અથવા દિવસે સુરક્ષિત નથી. ફોનના પાવર બટનને દબાવી તેને એક્ટિવ કરી શકાય છે, જેનાથી ઈમરજન્સી માટે પહેલાથી નક્કી કોન્ટેક્ટસની પાસે "I am in danger. I need help. Please follow my location" અપડેટેડ લોકેશનની સાથે દર ૨ મિનિટ પર મેસેજ જતા રહેશે. આ એપ પણ લોકેશન ટ્રેક કરે છે. પેનિક એલાર્મ બટનને દબાવવા પર ઈમરજન્સી કોન્ટેક્ટસની પાસે ૧ મિનિટના રેકોર્ડિંગની સાથે તમારા લોકેશનની માહિતી જતી રહેશે. "Record Any Incident" ફિચર એપના ફેસબુક પેજ પર ફોટા અપલોડ કરી દે છે. પહેલાથી નક્કી ઈમરજન્સી કોન્ટેક્ટસની પાસે થોડા-થોડા સમય પર જીપીએસ લોકેશનની સાથે SMS એલર્ટ જતું રહે છે. ફોન પર કોઈનું ધ્યાન નાં જાય, તેના માટે તે દરમિયાન ફોનમાંથી કોઈ અવાજ આવતો નથી અને સ્ક્રીનની બ્રાઈટનેશ પણ ઓછી રહે છે. તેમાં એપ વગર જાઓ તો માત્ર વોલ્યુમ બટન દબાવવાથી તમારું લોકેશન ઇમરજન્સી કોન્ટેક્ટસ પાસે જતું રહેશે. જ્યાં મોબાઈલ ઇન્ટરનેટ નાં હોય, ત્યાં ૧૦૦ નંબર પર કોલ જતો રહેશે અને SMS પણ જતા રહેશે. આ એપ ચીસો પાડવાના ખતરાને સિગ્નલ તરીકે લે છે અને ઈમરજન્સી
કોન્ટેક્ટસને લોકેશન અને ટેક્સ્ટ મેસેજ મોકલે છે.
Source by : Vishvagujarat.com

No comments:

Post a Comment